ભારત અંડર -19 ક્રિકેટ વર્લ્ડકપના ગ્રુપ -Aની બીજી મેચ આજે માનગાઉંગ પર જાપાન સાથે ટકરાશે, ભારતીય ટીમે ટૂનામેન્ટની શાનદાર શરુઆત કરી છે. રવિવારે રમાયેલી પ્રથમ મેચમાં શ્રીલંકાને 90 રનથી માત આપી હતી. આ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 297 રનનો સ્કોર કર્યો હતો. જો કે, શ્રીલંકાની ટીમે 45.2 ઓવરમાં 207 રન પર સમેટાઈ ગઈ હતી.
હવે જાપાનની ટીમ પ્રથમ વખત અંડર-19 વર્લ્ડકપમાં ભાગ લઈ રહી છે, ત્યારે જાપાનને 4 વખત વિજેતા રહેલી ભારતીય ટીમ વિરુદ્ધ મેચ રમવી મુશ્કેલ સાબિત થઈ શકે છે. મહત્વનું છે કે, જાપાન માટે આ ટૂર્નામેન્ટની પ્રથમ મેચ ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ રમી જીત મેળવી હતી. જેથી જાપાન પોઈન્ટ ટેબલમાં ગ્રુપ -Aમાં 1 અંક સાથે બીજા સ્થાન પર છે. ભારત 2 અંક સાથે ટોચ પર છે.
- ભારત અંડર-19 ટીમ :
પ્રિયમ ગર્ગ ( કેપ્ટન ), યશસ્વી જયસવાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, ધ્રૂવ ચંદ જુરેલ, શાશ્વત રાવત, સિદ્દેશ વીર, શુભાંગ હેગ્ડે, રવિ વિશ્રોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેરકર, કુમાર કુશાગ્ર, સુંશાત મિશ્રા, વિધાધર પાટિલ, સીટીએલ રક્ષણ
- જાપાન અંડર-19 ટીમ :
માર્કસ થર્ગેટ (કેપ્ટન) , મૈક્સ ક્લેમેન્ટસ, નીલ ડેટ, કેન્ટો ઓટા ડોબેલ, ઈશાન ફાટયાલ, સૌરા ઈચિકી, શૂ નોગુચી, યુગાંધર રેટકર, દેવાશીષ સાહૂ, કાજુમાસા તાકાહાશી, એશલે થર્ગેટ, તુષાર ચતુર્વેદી, લિયોન મેહલિગ, મૈસાટો મોરિટા, રીજી સુટો.