સાઉધમ્પ્ટન: ઇંગ્લેન્ડના સ્પિનર જેક લીચે કહ્યું કે, ચાલુ વર્ષે દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન મારામાં કોરોના વાઇરસના લક્ષણો જોવા મળ્યાં હતાં, પરંતુ હવે સંપૂર્ણ તંદુરસ્ત છું. હવે મને આવતા મહિને ટેસ્ટ સિરીઝ માટે ટીમમાં સ્થાન મળવાનું છે.
કોરોના લોકડાઉન બાદ વિશ્વ ક્રિકેટમાં પહેલીવાર 8 જુલાઈથી ઈંગ્લેન્ડ-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી શરૂ થવાની છે, ત્યારે આ માટે ઇંગ્લેન્ડની 30 સભ્યોની ટીમમાં લીચને સ્થાન મળી ગયું છે. આ અંગે લીચે કહ્યું કે, દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન મને જે સંકેતો દેખાયા હતા તે કોવિડ-19 જેવા હતાં. લીચ 30 સભ્યોની ઇંગ્લેન્ડની ટીમમાં સામેલ પાંચ સ્પિનર્સમાંનો એક છે.
ક્રિકેટર લીચે એક વીડિયો કોલમાં કહ્યું કે, માકામાં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન જે લક્ષણો દેખાયા હતાં. જે નિશ્ચિતરૂપે કોરોના વાઇરસ હતો, પરંતુ હવે હું સ્વસ્થ અને ફીટ અનુભવી રહ્યો છું.