- શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 169 રનમાં ઓલઆઉટ
- હોલ્ડરની ઘાતક બોલિંગે શ્રીલંકાના 5 ખેલાડીઓને કર્યા પેવેલિયન ભેગા
- કેપ્ટનશીપની જવાબદારીથી મુક્ત થયાં બાદ હોલ્ડર ચમક્યો
એન્ટીગા: કેપ્ટનશીપની જવાબદારીથી મુક્ત થયાં બાદ જેસન હોલ્ડરે પોતાની ઘાતક બોલિંગ બતાવતા 27 રનમાં પાંચ વિકેટ ઝડપી હતી. જેના કારણે પ્રથમ ટેસ્ટ ક્રિકેટ મેચના શરૂઆતના દિવસે વેસ્ટ ઇન્ડીઝે પ્રથમ ઇનિંગ્સમાં 169 રનમાં શ્રીલંકાને ઓલઆઉટ કરી દીધું હતું. આ મહિનાની શરૂઆતમાં ક્રેગ બ્રેથવેટને હોલ્ડરની જગ્યાએ ટેસ્ટ ટીમની કેપ્ટનશિપ સોંપવામાં આવી હતી, જેમણે રવિવારે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો.
હોલ્ડરની ઘાતક બોલિંગે શ્રીલંકાના 5 ખેલાડીઓને કર્યા પેવેલિયન ભેગા
હોલ્ડરે આ નિર્ણયને સાચો સાબિત કરવામાં કોઈ કસર છોડી ન હતી અને ટેસ્ટમાં આઠમી વખત ઇનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી હતી. કેમાર રોચે બીજા સેશનમાં સારી બોલિંગ કરી અને 47 રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી. દિવસના અંતિમ કલાકમાં વેસ્ટ ઇન્ડીઝને બેટિંગ કરવાની તક મળી અને તેઓએ કોઈ વિકેટ ગૂમાવ્યા વિના 13 રન બનાવ્યા છે. બ્રેથવેટ 36 બોલમાં 3 અને જ્હોન કેમ્પબેલે 44 બોલમાં 7 રન પર રમી રમી રહ્યા છે.
આ પણ વાંચો: NZ vs BAN: અનફિટ રોસ ટેલર બીજી વનડેમાંથી પણ બહાર
શ્રીલંકાની ટીમ પ્રથમ દાવમાં 169 રનમાં ઓલઆઉટ
આ પહેલા શ્રીલંકાના ફક્ત ચાર જ બેટ્સમેનો બેવડા અંકો પર પહોંચ્યા હતા જ્યારે ઓપનર લાહિરુ તિરિમાને સૌથી વધુ 70 રન બનાવ્યા હતા. તેમના સિવાય માત્ર નિરોશન ડિકવેલા (32), ધનંજય ડિસિલ્વા (13) અને કેપ્ટન દિમુથ કરુણારત્ને (12) જ બે આંકડા સુધી પહોંચવામાં સફળ થયા હતા.
આ પણ વાંચો: કોહલી ઓપનિંગમાં શા માટે આવ્યો, રોહિત શર્માએ જણાવ્યું કારણ