વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ ક્રિકેટે કહ્યું કે, તેમણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની યજમાનીનો પ્રસ્તાવ રાખ્યો ન હતો. આ વર્ષની આઈપીએલ સીઝન કોવિડ-19ના કારણે સ્થગિત કરવામાં આવી છે. લીગની શરુઆત માર્ચમાં થવાની હતી પરંતુ કોવિડ-19ના કારણે આઈપીએલ સીઝનને થોડા સમયમાટે સ્થગિત કરવામાં આવી છે.
એક મીડિયા રિપોર્ટે જણાવ્યું કે, ભારતમાં કોવિડ-19ની સ્થતિને જોઈ આઈપીએલ 2020નું આયોજન અન્ય કોઈ દેશમાં કરવામાં આવી શકે છે. જેના માટે યુએઈ અને શ્રીલંકામાંથી બંન્નેમાંથી એકની પસંદગી કરવામાં આવશે. બીસીસીઆઈ, આઈસીસી દ્વારા T-20 વર્લ્ડ કપના આયોજનની રાહ જોઈ રહ્યું છે. T-20 વર્લ્ડ કપનું આયોજન આ વર્ષે 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર વચ્ચે ઓસ્ટ્રેલિયામાં થશે, પરંતુ કોવિડ-19 મહામારીને લઈને આયોજન પર વિચારણા કરવામાં આવી છે.
બીસીસીઆઈ અધ્યક્ષે કહ્યું કે, તે આ વર્ષ આઈપીએલ કરાવવા માગે છે. તેમની પ્રાથમિકતા દેશમાં T-20 વર્લ્ડ કપનું આયોજન કરાવવાની છે.