BCCIએ યુવરાજસિંહને ટ્વીટરના માધ્યમથી સોશિયલ મીડિયામાં જન્મદિવસની શુભેચ્છા પાઠવી
વર્લ્ડ ચેમ્પિયનનો હિરો
2011ના વર્લ્ડ કપ ભારતે પોતાના નામે કર્યો હતો. જેમાં આ ટુર્નામેન્ટમાં બર્થ ડે બોય યુવરાજ સિંહનો મહત્વનો રોલ હતો. ક્વાર્ટર ફાઇનલથી લઇને ફાઇનલ સુધીમાં પણ તે મહત્વ પુર્ણ ભાગ ભજવી ચૂક્યો છે. જેમાં ક્વાર્ટર ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે તેને છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારી વિજેતા બની અને 57 રનની મહત્વપુર્ણ ઇનિગ્સ રમી હતી અને સેમી ફાઇનલમાં સ્થાન મેળવ્યુ હતું, ત્યારબાદ સેમિફાઇનલમાં બેટ દ્વારા નહીં પણ બોલ દ્વારા તેને બે વિકેટ હાંસલ કરી હતી, તેવી જ રીતે ફાઇનલમાં પણ તેને બે વિકેટ મેળવી હતી અને વર્લ્ડ કપ મેળવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ વર્લ્ડ કપ દરમિયાન બર્થ ડે બોય યુવરાજ સિહ સમગ્ર ટુર્નામેન્ટમાં હિરો રહ્યો હતો.
વર્લ્ડ T-20માં છ સીક્સર
યુવરાજ સિંહે 2007 T -20 વર્લ્ડ કપમાં પણ ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું. જેમાં તેને ઇંગ્લેન્ડ વિરુદ્ધ સ્ટુઅર્ટ બ્રોડની બોલિંગમાં 6 બોલમાં 6 સીક્સર ફટકારી હતી અને પોતાના નામે અનોખો રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. આ મેચમાં યુવરાજ સિંહે 12 બોલમાં જ અર્ધ શતક બનાવી હતી. સેમીફાઇનલ મેચમાં ઓસ્ટ્રોલિયા વિરુદ્ધ તેને 30 બોલમાં 5 સીક્સરની મદદથી 70 રન બનાવ્યા હતાં. જે મદદથી તેને ટીમને ફાઇનલમાં પહોંચાડી હતી.
કેન્સર સામે પણ હિરો
2011ના વર્લ્ડ કપ દરમિયાન કેન્સર સામે ઝઝુમી રહ્યો હોવા છતા પણ ટીમને વર્લ્ડ કપ જીતાવી અને મહત્વપુર્ણ ભૂમીકા ભજવી હતી. કેન્સર હોવા છતા પણ તેની સામે લડી અને મેચ રમ્યો હતો. આ ટુર્નામેન્ટ બાદ કેન્સરને પણ તેને માત આપી હતી.
વિવાદ બાદ નિવૃતિ
2019માં બર્થ ડે બોય યુવરાજ સિંહે ક્રિકેટ જગતમાંથી નિવૃતિ લેવાની જાહેરાત કરી હતી. જેને લઇને થોડા સમય માટે તો ફેન્સ પણ ચોંકી ઉઠ્યા હતાં. દુ:ખની વાત તો એ થાય છે અને હંમેશા ખોટ એ રહેશે કે તેની નિવૃતિ પહેલા તેની ફેરવેલ મેચ પણ રમી શક્યો નહી જેને લઇને વર્લ્ડ કપ જીતવવામાં મહત્વપુર્ણ ભૂમીકા ભજવનારા પ્લેયરને એક સન્માન પુર્વક વિદાય થઇ ન શકી.