નવી દિલ્હી : કોલકતા નાઈટ રાઈડર્સ વિરુદ્ધ મેચ દરમિયાન 168 રનના લક્ષ્યાંકનો પીછો કરતા મહેન્દ્ર સિંહ ધોનીની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સને 10 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. મેચ બાદ કેપ્ટન સહિત ચેન્નઈ સુપર કિંગ્સના બેટ્સમેન ફેન્સની અલોચનાનો શિકાર બન્યા હતા.
આ હાર બાદ ધોની અને તેનની પત્ની સાક્ષીએ ઈન્સ્ટાગ્રામ પર ધમકીઓ મળી હતી.આ ધમકીને લઈ સોશ્યિલ મીડિયા પર લોકો ગુસ્સામાં જોવા મળ્યા હતા.
અભિનેત્રી અને રાજનેતા નગમાએ ટ્વિટ કરી કહ્યું આપણે એક રાષ્ટ્ર તરીકે ક્યાં જઈ રહ્યા છીએ. આ કેટલી શરમજનક વાત છે કે, ધોનીની 5 વર્ષની પુત્રી જીવાને કોઈ દુષ્કર્મની ઘમકી આપી છે. વડાપ્રધાનજી આપણા દેશમાં શું થઈ રહ્યું છે.
કર્ણાટકના જયનગરના ધારાસભ્ય સૌમ્યા રેડ્ડીએ કહ્યું કે, ખુબ જ પરેશાન કરનારી વાત છે. આપણા દેશમાં શું થઈ રહ્યું છે. આપણે ક્યાં જઈ રહ્યા છીએ.રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું કે,આ વાત સૌથી ખરાબ ઉદાહરણ છે. સોશિયલ મીડિયા પ્લેટફૉમનો દુરઉપયોગ થઈ રહ્યો છે.
આપને જણાવી દઈએ કે, કોલકતા સામે ચેન્નઈ સુપર કિંગ્સનેથી મળેલી હારને કારણે ફ્રેન્સના ઘર પર પથ્થરમારી પણ કરી હતી.કોઇ ખેલાડીની બાળકીને આ પ્રકારે ટાર્ગેટ કરવાની ઘટના આ પહેલાં ક્યારે સાંભળી કે જોઇ નથી