નવી દિલ્હીઃ દિલ્હીની એક અદાલતે દક્ષિણ આફ્રિકા ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન હૈંસી ક્રોનિએની સામેલવાળી મેચ ફિક્સિંગ મામલે એક મુખ્ય આરોપી અને કથિત સટ્ટેબાજ સંજીવ ચાવલાને ગુરુવારે 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે.

મુખ્ય મેટ્રેપોલિટન મજિસ્ટ્રેટ સુધીર કુમાર સિરોહીએ ચાવલાને 12 દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. પોલીસે અદાલત પાસેથી ચાવલાને 14 દિવસ માટે અનુરોધ કર્યો હતો. પોલીસે અદાલતને જણાવ્યું કે, ચાવલા 5 મેચની ફિક્સિંગમાં સામેલ છે. ચાવલા પર ફેબ્રુઆરી-માર્ચ 2000માં દક્ષિણ આફ્રિકા ટીમના ભારતના પ્રવાસ પર મેચ ફિક્સિંગ માટે ક્રોનિએની સાથે મળીને કાવતરું ઘડ્યાનો આરોપ છે.

બ્રિટિશ અદાલતે દસ્તાવેજોમાં કહ્યું કે, દિલ્હીમાં જન્મેલો વ્યવસાયી ચાવલા 1996માં વ્યાપાર વિઝા પર બ્રિટેન આવ્યો હતો, પરંતુ તે ભારતની યાત્રા કરતો રહ્યો છે.
શું હતો સમગ્ર મામલો...?
તમને જણાવી દઇએ કે, વર્ષ 2000માં 20 માર્ચે રમાયેલી ભારત-દક્ષિણ આફ્રિકાની મેચને ફિક્સ કરવા બદલ દિલ્હી પોલીસે દક્ષિણ આફ્રિકા ટીમના કેપ્ટન રહી ચૂકેલા દિવંગત હૈંસી ક્રોનિએ અને પાંચ અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ સંબંધમાં 2013માં દિલ્હી પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. જેમાં હૈંસી ક્રોનિએ, કથિત સટ્ટેબાજ સંજીવ ચાવલા, મનમોહન ખટ્ટર, દિલ્હીના રાજેશ કાલરા અને સુનીલ દારા સહિત ટી સીગીઝના માલિકના ભાઇ કૃષ્ણ કુમારને આરોપી બનાવ્યા હતાં.
જે બાદ પોલીસ સંજીવને ભારત લાવવાના પ્રયાસ કરી રહી હતી. જો કે, માનવાધિકારોનો હવાલો આપી આરોપીએ યુરોપિયન કોર્ટમાં પ્રત્યાર્પણ વિરુદ્ધ ગત વર્ષે 23 જાન્યુઆરીએ અરજી કરી હતી. જેને કોર્ટે નામંજૂર કરી હતી.