દુબઇઃ પહેલી 7માંથી મેચમાં હારનો સામનો કર્યા બાદ CSKએ હૈદરાબાદ સામે રણનીતિમાં ફેરફાર કરવો સફળ રહ્યો હતો અને ચેન્નઇના મુખ્ય કોચ સ્ટીફન ફ્લેમિંગએ જણાવ્યું કે, અમે લગભગ દરેક મેચ સરખી રીતે પરાજયનો સામનો કરવો પડ્યો છે અને તેથી પરિવર્તન જરૂરી હતી. હૈદરાબાદ સામેની 20 રનની જીતમાં સૌથી મોટો બદલાવ સૈમ કરનને ઉતારવાથી ટીમને ફાયદો થયો છે. કરને 21 બોલમાં 31 રન બનાવ્યા હતા.
વધુમાં કોચે જણાવ્યું કે, કરનને તેના દરેક મેચમાં બેટીંગ માટે તૈયાર રાખ્યો હતો. અમે અમારા બેટ્સમેનોને ખુલીને રમવાનો મોકો આપ્યો, અમારે કંઇક અલગ કરવાનો વિચાર હતો. કારણ કે અમારે આ મેચને પણ પહેલાની જેમ હારવો નહોતો. દિલ્હી કેપિટલ્સ સામેની મેચ અંગે ફ્લેમિંગે કહ્યું, "અમારે નવા ખેલાડીઓ સામે લાવવાની રીત શોધવાની જરૂર છે તેથી જે તે દિવસે ફરક લાવી શકાશે."
શેન વોટસનને ત્રીજા નંબર પર બેટિંગ કરવી પડી કારણ કે, કરણે તેની ઇનિંગની શરૂઆત કરી હતી. સેન એક ખૂબ જ અનુભવી ખેલાડી છે. સ્વિંગ બોલરોની સામે, તે પાવરપ્લેના બીજા તબક્કામાં આક્રમકતા અપનાવી શકે છે. સનરાઇઝર્સ માટે કેન વિલિયમ્સને સૌથી વધુ 57 રન બનાવ્યા હતા અને મુખ્ય કોચ ટ્રેવર બેલિસનું માનવું છે કે, ચોથા નંબર પર ન્યૂઝીલેન્ડનો કેપ્ટન યોગ્ય ભૂમિકા ભજવી રહ્યો છે.
બેલિસે કહ્યું, "વિલિયમસનને બેટિંગનો ક્રમ ઉપર લાવવાની વાત ચાલી રહી છે. નિશ્ચિતપણે તે એક મહાન બેટ્સમેન છે પરંતુ તે હાલમાં અમારા માટે ચોથા નંબર પર ખૂબ સારી ભૂમિકા ભજવી રહ્યો છે. તેનો અનુભવ આપણા યુવા ખેલાડીઓને મદદ કરી શકે છે. "તે ખૂબ જ સારો ખેલાડી છે. જો તે ત્રીજા નંબર પર બેટિંગ કરે તો તે મોટી ઇનિંગ્સ રમી શકે છે, પરંતુ હવે તે ચોથા નંબર પર રમે છે."