- ચેતેશ્વર પૂજારા સાથે ખાસ વાતચીત
- પૂજારા આ વર્ષે IPL માં ચેન્નઈની ટીમ તરફથી રમશે
- પૂજારા IPL માં છેલ્લે 2014માં રમ્યો હતો
હૈદરાબાદઃ ભારતીય ટીમમાં ત્રીજા નંબરે બેટિંગ કરતી વખતે ચેતેશ્વર પૂજારાએ ઓસ્ટ્રેલિયામાં બે ટેસ્ટ સિરીઝ જીતાડવામાં મહત્વની ભૂમિકા નિભાવી છે. પૂજારાએ વર્ષ 2018–19માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન તેની બેટિંગ શૈલી, સહનશીલતા અને ટેસ્ટ ક્રિકેટમાં તેની મહાનતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કર્યું હતું. પૂજારાએ તે સિરીઝમાં ત્રણ સદી ફટકારી હતી. ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝ પછી, એક સમયે એવું લાગી રહ્યું હતું કે, ભારતનો સર્વશ્રેષ્ઠ ટેસ્ટ બેટ્સમેન ફરી એકવાર લાંબા સમય સુધી ક્રિકેટ ક્ષેત્રથી દૂર જતો રહેવાનો છે, તે જ સમયે, પૂજારાને IPL 2021ની હરાજીમાં ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે ખરીદ્યો હતો. પૂજારા IPL માં છેલ્લે 2014માં રમ્યો હતો.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ આપેલા અભિનંદન પર મિતાલી રાજની પ્રતિક્રિયા
ચેતેશ્વર પૂજારા સાથેની વાતચીતનાં અંશો
સવાલઃ તમે તાજેતરમાં ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો અને તાજેતરમાં સમાપ્ત થયેલી શ્રેણીમાં ઇંગ્લેન્ડ સામે રમ્યા છો. શું બાયો-બબલમાં રહેલું મુશ્કેલ છે?
જવાબઃ મહેમારી પહેલા જેવી પરિસ્થિતિ હતી હવે તેવી પરિસ્થિતિ નથી. આ મુશ્કેલ છે, પરંતુ એક ક્રિકેટર તરીકે તમારે આ મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડે છે. તમારે તેમાં રહેવાનો એક તરીકો શોધવો જોઈએ અને પછી તમારે તમારા પ્રદર્શનને ટોચ પર રાખવા માટે પ્રયત્ન કરવો પડશે. બાયો-બબલમાં રહેવાની ટેવ પાડવી પડશે અને તેમાં રહેવાની વિવિધ રીતો શોધવી પડશે.
સવાલઃ જ્યારે તમારી ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK)ની ટીમમાં પસંદગી કરવામાં આવી ત્યારે ત્યાં હાજર લોકોએ તાળીઓ વગાડી હતી. આટલા વર્ષો પછી તમારા માટે આનો અર્થ શું છે?
આ પણ વાંચોઃ હું ડેવિડ વોર્નર કે સેહવાગ નહીં બની શકુ: ચેતેશ્વર પુજારા
જવાબઃ IPL રમવું તે મારા માટે આનંદદાયક છે. તે દુર્ભાગ્યપૂર્ણ છે કે હું છેલ્લા કેટલાક વર્ષોથી IPL રમી શક્યો ન હતો. હું ખરેખર ખુશ છું કે હું CSK ટીમનો હિસ્સો છું અને હું ફ્રેન્ચાઇઝીનો આભાર માનું છું કે, તેઓએ મારા પર વિશ્વાસ દર્શાવ્યો અને મને CSKની ટીમમાં રમવાની તક આપી.
સવાલઃ તમારો દ્રષ્ટિકોણ સમજાવો, હવે તમે ક્રિકેટના લાંબા ફોર્મેટમાંથી બહાર આવી રહ્યા છો જ્યાં તમારે લાંબા સમય સુધી ક્રિઝ પર રહેવાની તમારી ક્ષમતા દર્શાવવી પડશે, બીજી બાજુ IPL છે જ્યાં તમારે સતત રન બનાવવા પડશે?
જવાબઃ મેં સૈયદ મુસ્તાક અલી અને સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગ જેવી ઘરેલું ક્રિકેટમાં ટી -20 મેચ રમી છે. મેં કાઉન્ટી ક્રિકેટમાં વ્હાઇટ બોલ ફોર્મેટ રમ્યો છું અને ત્યારબાદ ઘરેલુ મેચ રમ્યો છું. હું જાણું છું કે મારે શું કરવાનું છે. એવું પણ છે કે જ્યારે તમે આવા મોટા સેટ અપના ભાગ છો, જ્યાં તમે અનુભવી ખેલાડીઓ માહી ભાઈ (મહેન્દ્ર સિંહ ધોની), સ્ટીફન ફ્લેમિંગ જે કોચ છે, તેમજ માઇક હસી પણ છે, જેથી મને સારું માર્ગદર્શન મળશે. મને ખૂબ વિશ્વાસ છે. મેં મારી તૈયારીઓ શરૂ કરી દીધી છે.
સવાલઃ MS ધોનીના નેતૃત્વ હેઠળ ફરી એકવાર તમે રમવાનાં શું, ત્યારે આ વિશે તમને કેવું લાગી રહ્યું છે?
જવાબઃ મારી પાસે માહી ભાઈ સાથે રમવાની ઘણી સુંદર યાદો છે. મેં 2010 માં તેમના નેતૃત્વ હેઠળ પદાર્પણ કર્યું હતું. હું ફરી તેની સાથે રમવા માટે ઉત્સાહિત છું. અલગ ફોર્મેટ, વિવિધ દ્રષ્ટિકોણ. જેથી હું તેમની પાસેથી ઘણું બધું શીખવા માટે હું ઉત્સુક છું.
સવાલઃ તમારી પ્રેક્ટિસ કેવી ચાલી રહી છે, તકનીકીમાં અથવા શોટ્સ સિલેક્શનમાં કઈ બદલાવ કર્યો?
જવાબઃ આપણે ખુલીને રમવું જોઈએ. આપણી પાસે આ ફોર્મેટમાં ઘણી સ્વતંત્રતા છે. હું ફક્ત ખુલીને રમવાનો પ્રયાસ કરી રહ્યો છું. તમારી પાસે રમવા માટે વધુ શોટ છે તો તમને ખબર હોવી જોઈએ કે આ શોટ્સ તમારે ક્યારે રમવાના છે.
સવાલઃ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ શ્રેણીની વાત કરીએ તો કેવી રીતે ભારતીય ટીમે 1-0થી પાછળ રહીને વાપસી કરી હતી?
જવાબઃ જ્યારે અમે છેલ્લે 2018 માં ઓસ્ટ્રેલિયા ગયા હતા, ત્યારે અમે પ્રથમ ટેસ્ટ મેચ જીતી હતી અને અમે ત્યાંથી અમારી ફોર્મ ચાલુ રાખીને શ્રેણી જીતી હતી. આ વખતે જ્યારે અમે પહેલી મેચ હારી ગયા ત્યારે અમે ચોંકી ગયા હતા. અમે પીંક બોલથી રમી રહ્યા હતા અને તે સરળ ન હતું, પરંતું એક સારી ટીમ પુનરાગમન કરવાનું જાણે છે. તમારો દિવસ ખરાબ હોઈ શકે છે, પરંતુ એક ટીમ તરીકે તમે જાણો છો કે ખરાબ પરિસ્થિતિમાંથી કેવી રીતે બહાર નીકળવું. જો તમે 1-0થી પાછળ છો, તો તેનો અર્થ એ નથી કે તમે શ્રેણી ગુમાવી દીધી છે. તમારી પાસે વાપસી કરવાનો સમય છે. હંમેશાં ઘણી સ્પર્ધા રહેશે. જો તમે વિશ્વની શ્રેષ્ઠ ટીમ સામે રમી રહ્યા છો, તો તે તમને દબાણમાં લાવશે, પરંતુ વાપસી કરવી ખૂબ જ મહત્વપૂર્ણ છે.
સવાલઃ ઋષભ પંત તેની કારકિર્દીના શ્રેષ્ઠ તબક્કામાં છે. તેણે તાજેતરમાં જ જોફ્રા આર્ચર અને જેમ્સ એન્ડરસનની બોલીંગમાં રિવર્સ ફ્લિક શોટ ફટકાર્યા હતા. તેમની સાથે તમે બેટિંગ કરી તે કેવી રહી ? શું તમે ક્યારેય તેમને અજીવોગરીબ શોટ ન રમવા માટે સલાહ આપી છે?
જવાબઃ તેને તેની તાકાત પર ટકવાની જરૂર છે. મોટા ભાગે મેં તેને તેની નેચરલ રમત રમવાની મંજૂરી આપી છે, જ્યાં જરૂર હતી, મેં તેને કાળજીપૂર્વક રમવાનું કહ્યું. મેચ દરમિયાન, ક્યારેક એવું લાગ્યું કે તે તેની નેચરલ રમત નથી રમી રહ્યો. શોટ રમવું તે મહત્વનું છે પરંતુ યોગ્ય બોલને પસંદ કરવો એ વધુ મહત્વનું છે.
સવાલઃ જો ભારતની ટીમ ન્યુઝીલેન્ડ સામે યોજાનારી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ જીતે, તો તમારા માટે તેનો અર્થ શું છે?
જવાબઃ તે મારા માટે અને આખી ટીમ માટે ઘણું મહત્વનું છે. આ વર્લ્ડ કપ ફાઇનલ જીતવા બરાબર છે. જો તમે વિવિધ ફોર્મેટ્સ પર નજર નાખો ભલે તે વનડે હોય, ટી 20 હોય કે, વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ તે તમામ વર્લ્ડ કપ ફાઇનલ જેવી જ છે. અમે આ માટે સારી તૈયારી કરી રહ્યા છીએ. અમે છેલ્લાં બે વર્ષમાં સારી ક્રિકેટ રમી છે.
સવાલઃ ભારતની ટીમે તાજેતરમાં તેમની સામે શ્રેણી હારી છે. શું તમને ખાતરી છે કે અમે ઇંગ્લેન્ડમાં તેમને હરાવીશું?
જવાબઃ હા, ન્યુઝીલેન્ડ સારી ટીમ છે. તેઓ સારી ક્રિકેટ રમી રહ્યા છે, પરંતુ અમે તટસ્થ સ્થળે રમી રહ્યા છીએ. અમારી ટીમ પાસે સારો અનુભવ છે અને મને આશા છે કે અમે સારૂ પ્રદર્શન કરીશું.