કોલકાતાઃ દેશમાં કોરોના વાઈરસનો કહેર સતત વધી રહ્યો છે. દેશમાં અત્યાર સુધીમાં 9 લાખ કરતાં પણ વધારે લોકો કોરોનાથી સંક્રમિત થયા છે. એવામાં હવે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશીષ ગાંગુલી પણ કોરોનાથી પ્રભાવિત થયાં છે.
બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીના ભાઈ સ્નેહાશીષ ગાંગુલીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. સૌરવ ગાંગુલી અને તેમના ભાઈ એક જ ઘરમાં અલગ અલગ ફ્લોર પર રહે છે.
એક જ ઘરમાં રહેતા હોવાથી સૌરવ ગાંગુલી હોમ ક્વોરન્ટાઈન થયા છે. નોંધનીય છે કે, સ્નેહાશીષ ગાંગુલી બંગાળ ક્રિકેટ એસોસિએશનના સચિવ છે.