ETV Bharat / sports

બાગ્લાદેશને અન્ડર-19 વિશ્વ કપ જીતાડનાર અકબર અલીએ ઇટીવી ભારત સાથે કરી ખાસ વાત ચીત - બાગ્લાદેશ અન્ડર-19 કેપ્ટન

અંડર -19 બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે આ વર્ષે અંડર -19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપ બાંગ્લાદેશ માટે પણ ખાસ હતો કારણ કે તે તેમનો પહેલો આઈસીસી કપ હતો. તે ટીમના કેપ્ટન અકબર અલીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી.

bangladesh captain akbar ali interview
બાગ્લાદેશને અન્ડર-19 વિશ્વ કપ જીતાડનાર અકબર અલીએ ઇટીવી ભારત સાથે કરી ખાસ વાત ચીત
author img

By

Published : Jun 5, 2020, 10:30 PM IST

હૈદરાબાદ: અંડર -19 બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે આ વર્ષે અંડર -19 વર્લ્ડ કપ જીત્યો હતો. આ વર્લ્ડ કપ બાંગ્લાદેશ માટે પણ ખાસ હતો કારણ કે તે તેમનો પહેલો આઈસીસી કપ હતો. તે ટીમના કેપ્ટન અકબર અલીએ ઇટીવી ભારત સાથે ખાસ વાતચીત કરી હતી. તેમણે ફાઇનલ મેચ બાદ થયેલા વિવાદ બદલ ભારતીય ચાહકોની માફી પણ માંગી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે વિવાદ પછી બધુ બરાબર થઈ ગયું છે અને તેની ટીમે સાથે બેસીને ભારતીય ટીમ સાથે જમ્યા પણ હતા.

લોકડાઉન વિશે વાત કરતાં તેમણે કહ્યું કે લોકડાઉનમાં કરવાનું કંઈ નથી. હું કંટાળી ગયો છું કેટલીકવાર હું મૂવીઝ જોઉં છું, નેટફ્લિક્સ જોઉં છું. તેમજ હું મારી ફિટનેસ પર કામ કરી રહ્યો છું. બાંગ્લાદેશની સ્થિતિ બરાબર નથી, તેથી હું બહાર નથી જઇ શકતો તેમજ ક્રિકેટ પણ નથી રમી શકતો.

ભારત કે પાકિસ્તાન? કઈ ટીમનો સામનો કરવો વધુ મુશ્કેલ છે?

અકબરે કહ્યું, "ભારતનો સામનો કરવો મુશ્કેલ છે. ભારત એક ખૂબ જ મજબૂત ટીમ છે અને તેઓ ખૂબ જ સારી રીતે રમે છે." તેમણે એમ પણ કહ્યું કે રવિ બિશ્નોઈનો સામનો કરવો મુશ્કેલ છે.

વર્લ્ડ કપ સાથે પાછા ફર્યા બાદ બાંગ્લાદેશમાં તમારૂ કેવી રીતે સ્વાગત કરવામાં આવ્યું?

અકબરે કહ્યું, "હું તે શબ્દોમાં વર્ણવી શકતો નથી કારણ કે તે ક્ષણ ખૂબ જ ખુશહાલીનો ક્ષણ હતો. બાંગ્લાદેશના લોકોએ તે વિજયને પ્રેમીઓની જેમ ઉજવ્યો. અમે એરપોર્ટથી બીસીબી ઓફિસ સુધી જે જોયું તે વર્ણવી શકાય તેમ નથી.

અકબરે આઈપીએલ વિશે શું કહ્યું?

અકબરે કહ્યું, "હું આઈપીએલ જોઉં છું અને મને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ બહું ગમે છે, અને જો મને તક મળે તો હું મુંબઇ ઇન્ડિયન્સ માટે ચોક્કસ રમીશ. આઈપીએલ એક મોટી ટૂર્નામેન્ટ છે, દરેક ખેલાડી તેમાં રમવા માંગે છે."

અકબરે તેના પ્રિય ક્રિકેટરોના નામ પણ આપ્યા હતા

અકબરને પૂછવામાં આવ્યું હતું કે શાકિબ અલ હસન અથવા એમએસ ધોની બન્ને માંથી કોન વધારે પસંદ છે, આ અંગે અકબરે કહ્યું, "એક ખેલાડી તરીકે શબિક અલ હસન વિશ્વના શ્રેષ્ઠ ક્રિકેટરોમાંના એક છે. પરંતુ એક ફિનિશર અને કેપ્ટન તરીકે એમ.એસ.ધોની વિશ્વના સર્વશ્રેષ્ઠ ફિનિશર છે.

એમએસ ધોનીની તુલના અંગે અકબરે કહ્યું, "આ બરાબર નથી. તે એક લીજેન્ડ છે." વિરાટ કોહલી અને સ્ટીવ સ્મિથમાંથી વધારે કોન પસંદ છે તેવુ પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે "મુશ્કેલ પ્રશ્ન છે પરંતુ હું વિરાટ કોહલીની પસંદગી કરીશ કારણ કે તેમનુ પ્રદર્શન ત્રણેય ફોર્મેટમાં ઉત્તમ છે. સ્ટીવ સ્મિથ ટેસ્ટ મેચોમાં સારો છે અને કદાચ ટેસ્ટ મેચોમાં તેની સરેરાશ 50 કરતા વધારે છે. પરંતુ મર્યાદિત ઓવરમાં વિરાટ કોહલી ઘણા બધા રન બનાવે છે.

અકબરે તેની વર્લ્ડ કપની જર્સી અને ગ્લોવ્સની હરાજી કરી હતી. આ અંગે તેમણે કહ્યું, "વર્લ્ડ કપમાં પહેરવામાં આવતી તે વસ્તુઓ મારા માટે ખૂબ જ ખાસ છે અને મારા હૃદયની ખૂબ નજીક છે. પણ જો હું આ રીતે કેટલાક લોકોને મદદ કરી શકું તો તે ખૂબ જ સારું કહેવાશે.

અકબરે વર્લ્ડ કપની અંતિમ મેચ બાદ થયેલા વિવાદ વિશે વાત કરી હતી

અકબરે કહ્યું, "તમે આખી મેચ જુઓ, તે ખૂબ જ મુશ્કેલ મેચ હતી. તે મેચમાં ઘણા બધા ઉતાર-ચડાવ આવ્યા હતા. તેથી મને લાગે છે કે કેટલાક છોકરાઓ ભાવુક થઈ ગયા હતા. શું થયું તે, મને ખબર પણ નથી કારણ કે હું પિચની બીજી બાજુ હતો. તે ફક્ત પાંચ અને દસ સેકંડની વચ્ચે જ બધુ થયુ હતું. આ જે થયુ તે સારુ થયું ન હતુ. કારણ કે નહીતર તે ટૂર્નામેન્ટનો અંત ખૂબ જ સરસ રહ્યો હોત. જો કે બાદમાં અમે બધાએ હાથ મીલાવ્યા હતા, અને બીજા દિવસે સવારે અમે સવારનો નાસ્તો પણ સાથે કર્યો હતો. મેદાનની બહાર, અમે બધા મિત્રો અને ભાઈઓ છીએ. "

તેમણે ભારતીય ચાહકોને કહ્યું, "કૃપા કરીને આ વસ્તુને આટલી મોટી ન કરો અને તમે તેને ભૂલી જાઓ અને ક્રિકેટ વિશે વાત કરો. તમે તેને ભૂલી જાઓ અને હું તમારી પાસે માફી માંગું છું. માફ કરશો."

જ્યારે તમને તમારી મોટી બહેન વિશે દુ:ખદ સમાચાર મળ્યા ત્યારે કેવું લાગ્યું?

નોંધપાત્ર વાત એ છે કે, જ્યારે વર્લ્ડ કપ જીત્યા પછી અકબર પોતાના દેશ પાછો ગયો, ત્યારે તેને ખબર પડી કે તેની મોટી બહેન હવે નથી. આ અંગે તેમણે કહ્યું, "તે એક મિશ્રિત અનુભવ હતો કારણ કે હું વર્લ્ડ કપ જીત્યા પછી ઘરે પરત આવી રહ્યો હતો, પરંતુ ઘરે આવતા જ દુ:ખદ સમાચાર મળ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.