ETV Bharat / sports

દાદાએ 2011ના વર્લ્ડકપની જીત યાદ કરી, કહ્યું- મારી વિરાસત કામ લાગી

2011માં ભારતે વર્લ્ડકપ જીત્યો હતો. આ ટીમમાં મોટેભાગે એવા ખેલાડીઓ હતા. જેમણે સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળ કારકિર્દી શરૂ કરી હતી. ગાંગુલીએ કહ્યું કે, "મેં હંમેશા મેચમાં જીત મેળવનારા ખેલાડીઓનું સમર્થન કર્યું છે. કેપ્ટન તરીકેની આ મારો વારસો છે."

Sourav Ganguly
દાદાએ 2011ના વર્લ્ડકપની જીત યાદ કરી, કહ્યું- મારી વિરાસત કામ લાગી
author img

By

Published : Jun 18, 2020, 7:50 PM IST

નવી દિલ્હી: ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઈના વર્તમાન અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, મેં એવા ખેલાડીઓને સપોર્ટ કર્યો છે. જે મેચ જીતાડી શકતા હતા, મારો કેપ્ટન તરીકેનો આ વારસો છે. મહત્વનું છે કે, ભારતીય ક્રિકેટનો નવો ઇતિહાસ લખવાનો શ્રેય સૌરવ ગાંગુલીને જાય છે. જ્યારે ભારતીય ટીમે 2011માં વર્લ્ડ કપ જીત્યો ત્યારે સૌરવ ગાંગુલી કદાચ આ ટીમનો ભાગ નહોતા, પરંતુ ગાંગુલીએ જ આ જીતનો પાયો નાખ્યો હતો.

2011ના વર્લ્ડ કપ જીતનો ભાગ મોટે ભાગે એવા ખેલાડીઓ હતાં. જેમણે ગાંગુલીના નેતૃત્વમાં કારકિર્દી શરૂ કરી હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, હરભજન સિંહ, ઝહીર ખાન અને આશિષ નેહરાને પ્રોત્સાહન આપીને 2011ના વર્લ્ડ કપ જીતનો પાયો નાખ્યો હતો. ગાંગુલીએ કહ્યું કે, "ટીમમાં દેશ અને વિદેશની પીચો પર જીત મેળવવાની ક્ષમતા છે, આજે મને એનો ગર્વ છે."

Sourav Ganguly
દાદાએ 2011ના વર્લ્ડકપની જીત યાદ કરી, કહ્યું- મારી વિરાસત કામ લાગી

ગાંગુલીએ કહ્યું કે, "2011ના વર્લ્ડ કપની વિજેતા ભારતીય ટીમમાં 8 ખેલાડીઓ એવા હતા, જેમણે મારા નેતૃત્વ હેઠળ કારકિર્દી શરૂ કરી હતી. જેમાં વિરેન્દ્ર સેહવાગ, મહેન્દ્રસિંહ ધોની, યુવરાજ સિંહ, ઝહીર ખાન, હરભજન સિંઘ, આશિષ નેહરા સામેલ છે. મને લાગે છે, મારા વારસાએ પણ કેપ્ટનશીપ પાછળ છોડી દીધી છે, પણ મેં એક એવી ટીમ આપી જે દેશ અને વિદેશમાં મેચ જીતી શકે છે."

વર્લ્ડ કપની જીત વિશે વાત કરતા ગાંગુલીએ કહ્યું કે, "મને યાદ છે કે, હું એ દિવસે વાનખેડે ગ્રાઉન્ડમાં હતો. હું ધોનીને જોવા કોમેન્ટરી બોક્સમાંથી બહાર આવ્યો હતો. મને 2003ના વર્લ્ડ કપની યાદ આવી ગઈ. એ મેચમાં હું ટીમની સુકાની કરી રહ્યો હતો. અમે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગયાં હતાં.

ગાંગુલીએ કહ્યું કે, મને ખૂબ જ આનંદ થયો હતો કે, ધોનીએ 2011માં આ ટ્રોફી જીતવાની તક આપી. મારા માટે સૌથી મોટો દિવસ એ હતો જ્યારે ભારતે 2011માં વર્લ્ડ કપ જીત્યો. ધોનીએ છેલ્લી બોલ પર શાનદાર છગ્ગો લગાવ્યો એ ક્ષણ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં હંમેશા યાદ રહેશે."

તમને જણાવી દઈએ કે, 2011માં ભારત વર્લ્ડ કપ જીત્યો ત્યારે ધોનીની ટીમમાં મોટાભાગના ખેલાડીઓ એવા હતા. જે 2003ના વર્લ્ડ કપનો પણ ભાગ હતાં. જેમાં સચિન તેંડુલકર, વિરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, આશિષ નેહરા અને હરભજન સિંહ સામેલ હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.