નવી દિલ્હીઃ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલના પ્રભાવશાળી બોર્ડે COVID-19 મહામારીને ધ્યાનમાં રાખતા શુક્રવારે ટી-20 વિશ્વકપ અને ટેસ્ટ ચૈંમ્પિયન જેવી મુખ્ય ટુર્નામેન્ટ માટે અલગ-અલગ યોજના પર ચર્ચા કરવામાં આવી છે.
વિશ્વમાં હાલ કોરોના વાઈરસનો કહર યથાવત છે. આ જ કારણે ટોકિયો ઑલિમ્પક-2020ને એક વર્ષ માટે સ્થગિત કરી દેવામાં આવ્યું છે. આવી સ્થિતિમાં ICC T-20 વર્લ્ડકપ અંગે આશ્વસ્થ જણાઈ રહી છે. ICCએ શુક્રવારે ટેલીકોન્ફરન્સ દ્વારા બેઠક યોજી હતી અને કેટલાક ખાસ મુદા પર ચર્ચા કરી હતી.
કોરોના વાઈરસના કારણે આ બેઠક ટેલિકોન્ફરન્સ દ્વારા કરવામાં આવી હતી. ICCના મુખ્ય કાર્યકોરી અધ્યક્ષે જાણાવ્યું હતું કે, અમે અમારી વ્યાપારિક પ્રવૃત્તિઓ ચાલુ રાખીશું, જે અમને આ ઝડપી બદલાતા સમયની પરિસ્થિતિ સાથે અનુકુળ રાખશે.
વધુમાં જાણાવી દઈએ કે, T-20 વિશ્વકપ 18 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે રમવાનો છે. ICCની બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું કે, T-20 વર્લ્ડકપ સમયસર થશે અને તેની રણનીતીમાં કોઈ ફેરફાર કરાશે નહીં. ICCએ જણાવ્યું કે, ક્રિકેટ ચાહકો માટે ખુશખબર છે. અમારી વ્યૂહરચના સમયસર ટુર્નામેન્ટ યોજવાની છે અને અમે બધી પરિસ્થતિ જોઈ રહ્યાં છીએ. ટોક્યો ઓલિમ્પિક-2020 રદ થયા બાદ ચિંતિત રહેલા ક્રિકેટ પ્રેમીઓ માટે આ સારા સમાચાર છે.