- એડિલેડ ઓવલ મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચ
- ભારતે પહેલા દિવસે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા
- બીજા દિવસે એટલે કે આજે ભારતે 11 રને ઓલઆઉટ
એડિલેડઃ એડિલેડ ઓવલ મેદાનમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ડે-નાઈટ ટેસ્ટ મેચની શરૂઆત થઈ ચૂકી છે. આ મેચમાં પહેલી ઈનિંગ્સમાં ભારતે 244 રન બનાવ્યા હતા. ભારતે પહેલા દિવસે 6 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતા. જ્યારે બીજા દિવસે એટલે કે શુક્રવારે ભારતે 11 રન બનાવ્યા હતા. આ સાથે જ ભારત ઓલઆઉટ થઈ ગયું હતું.
ભારતે બીજા દિવસે માત્ર 11 રન બનાવ્યા
ભારત માટે સૌથી વધારે રન કેપ્ટન વિરાટ કોહલીએ બનાવ્યા હતા. વિરાટે 180 બોલમાં 74 રન બનાવ્યા હતા. તેમણે ઈનિંગ્સમાં 8 ચોગ્ગા ફટકર્યા હતા. ભારતે બીજા દિવસે પોતાની પહેલી વિકેટ પર રવિચંદ્રન અશ્વિન 15 રને આઉટ થયા હતા. મિશેલ સ્ટાર્કે રિદ્ધિમાન સાહાને 9 રન પર આઉટ કરી દીધા હતા. જ્યારે ઉમેશ યાદવ 6 રન પર આઉટ થયા હતા. મોહમ્મદ શમી શૂન્ય રન પર આઉટ થઈ ગયા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટાર્કે ચાર, કમિન્સે ત્રણ વિકેટ, જોશ હેઝલવુડ, નાથન લોયને એક-એક વિકેટ લીધી હતી.