ETV Bharat / sports

IND Vs AUS 3rd Test: ઈન્દોર હોલકર સ્ટેડિયમની પીચ બેટિંગ માટે છે મુશ્કેલ: પૂજારા - Border Gavaskar Trophy

ચેતેશ્વર પૂજારાએ કહ્યું કે, ઈન્દોર હોલકર સ્ટેડિયમની પીચ બેટિંગ માટે મુશ્કેલ છે. ખેલાડીઓને સલાહ આપતાં કહ્યું કે, જો શોર્ટ બોલ હોય તો બેકફૂટ પર રમવું જોઈએ.

IND Vs AUS 3rd Test: ઈન્દોર હોલકર સ્ટેડિયમની પીચ બેટિંગ માટે છે મુશ્કેલ: પૂજારા

author img

By

Published : Mar 3, 2023, 8:55 AM IST

ઈન્દોર: બોર્ડર ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર એકમાત્ર ભારતીય બેટ્સમેન ચેતેશ્વર પૂજારાએ હોલકર સ્ટેડિયમની પીચને બેટિંગ માટે મુશ્કેલ ગણાવી હતી. પૂજારાએ મેચમાં 142 બોલમાં 59 રનની ઇનિંગ રમી હતી. પૂજારાને નાથન લિયોને આઉટ કર્યો હતો. પૂજારાએ કહ્યું કે, બેટિંગ માટે આ મુશ્કેલ પિચ છે. તે સરળ નથી. તેણે કહ્યું કે જો શોર્ટ બોલ હોય તો બેકફૂટ પર રમો.

આ પણ વાંચો: વિરાટ કોહલીનો ફ્લોપ શો યથાવત, છેલ્લી 5 ઇનિંગ્સમાં માત્ર 121 રન બનાવ્યા

રક્ષણાત્મક રીતે રમવાની જરુર: પૂજારાએ ભારતની બીજી ઇનિંગમાં લગભગ અડધા રન બનાવ્યા, જેણે ટીમની 75 રનની લીડ સુનિશ્ચિત કરી. લિયોનની 64 રનમાં આઠ વિકેટે ભારતીય ટીમને બીજા દાવમાં 163 રનમાં ઘટાડી દીધા હતા. પૂજારાએ દિવસની રમત સમાપ્ત થયા બાદ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું કે, 75 રન ભલે વધુ ન હોય, પરંતુ તક છે. જ્યારે પૂજારાને આ ટ્રેક પરની રણનીતિ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે, આ પિચ પર હુમલો કરવા સિવાય તમારે રક્ષણાત્મક રીતે રમવું પડશે. તમારે બંનેનું મિશ્રણ અપનાવવું પડશે.

આ પણ વાંચો: Suresh Raina Song Video: સુરેશ રૈનાએ પુત્રી ગ્રેસિયા માટે ગાયું ગીત

સૌથી વધુ રન બનાવ્યા: ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચની પ્રથમ ઇનિંગમાં ભારતે 109 રન બનાવ્યા હતા. જ્યારે ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દાવમાં 197 રન બનાવ્યા હતા. આ રીતે ઓસ્ટ્રેલિયાએ ભારત પર 88 રનની લીડ મેળવી લીધી હતી. આ પછી બીજી ઇનિંગ રમવા આવેલી ભારતીય ટીમ નાથન લિયોનની બોલિંગ સામે ટકી શકી નહીં અને એક પછી એક પેવેલિયન પરત ફરતી રહી. ભારતે ઓસ્ટ્રેલિયાને 76 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ચેતેશ્વર પૂજારાએ મેચમાં સૌથી વધુ 59 રન બનાવ્યા હતા. આ માટે તેણે 142 બોલ રમ્યા હતા. પૂજારા સિવાય શ્રેયસ અય્યરના આ મેચમાં 26 રન બીજા નંબરનો સૌથી મોટો સ્કોર છે. આ સાથે જ નાથને મેચની બીજી ઇનિંગમાં 8 વિકેટ ઝડપી હતી. જ્યારે તેણે પ્રથમ દાવમાં 3 વિકેટ ઝડપી હતી. તેણે આખી મેચમાં 11 વિકેટ ઝડપી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.