ETV Bharat / sports

Virat Kohli birthday: CAB વિરાટ કોહલીને જન્મદિવસની ભેટ નિમિત્તે આપશે ગોલ્ડ પ્લેટેડ બેટ - undefined

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા ગ્રાઉન્ડ પર વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણીને લઈને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB) એક વિકલ્પ આયોજન માટેની તૈયારી કરી રહ્યા છે. જાણવા મળ્યું છે કે કોહલીને એક અનોખી ભેટ આપવામાં આવશે. CAB પાસેથી મળતી માહિતી અનુસાર મહાન બેટરને તેના જન્મદિવસે ગોલ્ડ પ્લેટેડ બેટ ભેટ આપવામાં આવશે.

Etv Bharat
Etv Bharat
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 5, 2023, 11:17 AM IST

કોલકાતા: પ્રતિષ્ઠિત ઈડન ગાર્ડન્સ ખાતે આઈસીસી વર્લ્ડ કપ 2023ની મેચ ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાવા જઈ રહી છે જેની હવે માત્ર ગણતરીની કલાકો બાકી છે. બીજી તરફ, CABએ ઈડન ગાર્ડન ખાતે વિરાટ કોહલીના જન્મદિવસની ઉજવણીને લઈને એક વિકલ્પ આયોજન માટેની તૈયારી કરી છે. જે અંતર્ગત મહાન બેટરને તેના જન્મદિવસે ગોલ્ડ પ્લેટેડ બેટ ભેટ આપવામાં આવશે.

ભારત-દક્ષિણ આફ્રિકા ટિકિટ વિવાદ: બીજી તરફ CABએ ઈડન ગાર્ડન ખાતે ભારત-દક્ષિણ આફ્રિકા મેચની ટિકિટ વિવાદને રોકવાનો ઇનકાર કર્યો હતો. એવું જાણવા મળ્યું છે કે, ભારતના ભૂતપૂર્વ વિકેટકીપર-બેટર રિદ્ધિમાન સાહાને પણ આઇકોનિક સ્ટેડિયમમાં પ્રવેશવાની ટિકિટ નકારી દેવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે સાહાને ભારતીય ટેસ્ટ ટીમમાંથી બહાર કરવામાં આવ્યા તે દરમિયાન CAB સાથે ઝઘડો થયો હતો. ત્યારબાદ ક્રિકેટરે તેની સ્થાનિક કારકિર્દીને આગળ વધારવા માટે ત્રિપુરામાં ટ્રાન્સફરની માંગ કરી હતી.

રાજભવનની પ્રતિક્રિયા: ઉપરાંત, રાજભવને પણ ટિકિટ વિવાદ પર પ્રતિક્રિયા આપચા આ મામલાને સદંતર ખોટો ગણાવ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર, ગવર્નર સીવી આનંદ બોઝે વર્લ્ડ કપની ટિકિટોના કાળા બજારના વિરોધમાં પાસનો ઇનકાર કર્યો હતો. જાણવા મળ્યું છે કે, CAB દ્વારા ભારત-દક્ષિણ આફ્રિકા મેચના 4 પાસ રાજ્યપાલને ઓફર કરવામાં આવ્યા હતા. પરંતુ રાજ્યપાલે તે પાસ પરત કર્યા હતા. ઉલટું તેમણે રાજભવનના દરવાજા સામાન્ય જનતા માટે ખોલી દીધા છે. સેવાના ધોરણે 500 સામાન્ય જનતાને પ્રતિષ્ઠિત વહીવટી પરિસરમાં મોટી સ્ક્રીન પર રમત જોવા માટે પ્રવેશ મળશે.

કોહલી પ્રેમીઓમાં ઉત્સાહ: દરમિયાન, BCCI સેક્રેટરી જય શાહ શનિવારની સાંજે શહેર પહોંચ્યા હતા. ભારતીય ટીમના મુખ્ય કોચ રાહુલ દ્રવિડ બેલ વગાડીને મેચની શરૂઆતની જાહેરાત કરશે. શનિવારે પણ ઈડનના મુખ્ય પ્રવેશદ્વાર પર ક્રિકેટ પ્રેમીઓ ઉમટી પડ્યા હતા. તેઓએ પોતાના હાથમાં વર્લ્ડ કપની પ્રતિકૃતિઓ અને ત્રિરંગા પકડ્યા હતા. ઈડન ગેટની સામે ઘણા વ્યક્તિઓ કોહલીનો માસ્ક પહેરેલા જોવા મળ્યા હતા.

કોહલીનું જબરદસ્ત પ્રદર્શન: વિરાટ કોહલી વર્લ્ડ કપ 2023માં ગજબ ફોર્મમાં ચાલી રહ્યાં છે. ઈંગ્લેન્ડ સામે ગત મુકાબલાને બાદ કરવામાં આવે તો તેનું પરફોર્મન્સ ઉત્કૃષ્ટ રહ્યું છે. અત્યાર સુધીના રમાયેલા 6 મુકાબલામાં કિંગ કોહલીએ 88.50ની શાનદાર એવરેજ સાથે 354 રન ફટકાર્યા છે. આ દરમિયાન તેણે 3 અર્ધ સદી અને અને એક વખત 100 રનનો આંકપાર કર્યો છે.

  1. World cup 2023: વર્લ્ડ કપ 2023ની ટોચની 2 ટીમો વચ્ચે આજે જંગ, જાણો હવામાનની સ્થિતિ અને પિચ રિપોર્ટ
  2. World Cup 2023: આજે ખરાખરીનો જંગ, ભારત અને દક્ષિણ આફ્રિકા સામ સામે રમશે

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.