ETV Bharat / sports

WTC Final : ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, આ દિગ્ગજ ખેલાડીની થઈ વાપસી - आईसीसी विश्व टेस्ट चैंपियनशिप

7 જૂનથી શરુ થનાર આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેનો ટીમ ઈન્ડિયામાં સમાવેશ કરવામાં આવ્યો છે અને સૂર્યકુમાર યાદવની ટીમમાંથી બાદબાકી કરી દેવામાં આવી છે.

Etv BharatWTC Final
Etv BharatWTC Final
author img

By

Published : Apr 25, 2023, 3:22 PM IST

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઈનલ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરી છે. આ ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન અજિંક્ય રહાણેની વાપસી થઈ છે. આ સાથે જ શુભમન ગિલનો ઓપનર બેટ્સમેન તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે જ સૂર્યકુમાર યાદવ ટીમની બહાર છે.

આ ખેલાડીઓ રમશે ફાઈનલઃ ભારતીય ક્રિકેટ ટીમમાં રોહિત શર્માને કેપ્ટન અને કેએસ ભરતને વિકેટકીપર તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલને સ્પિન બોલર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે, જ્યારે શાર્દુલ ઠાકુર, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ, ઉમેશ યાદવ અને જયદેવ ઉનડકટને ફાસ્ટ બોલર તરીકે ટીમમાં સ્થાન મળ્યું છે. રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી અજિંક્ય રહાણે અને કેએલ રાહુલ બેટિંગની જવાબદારી સંભાળશે.

આ પણ વાંચોઃ Sachin@50 : 5 ખાસ લોકો કે જેમણે સચિનની કારકિર્દીને શિખરે પહોંચાડી હતી, જે ચોક્કસપણે યાદ કરવામાં આવશે

ફાઇનલ મેચ 7 જૂનથી રમાશેઃ ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023ની ફાઇનલ મેચ 7 જૂનથી રમાશે. ઓસ્ટ્રેલિયાએ પહેલા જ તેની ટીમની જાહેરાત કરી દીધી હતી. પેટ કમિન્સને ઓસ્ટ્રેલિયાની ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે.

ફાઈનલ મેચ માટે 12 જૂને રિઝર્વ ડેઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC ફાઈનલ)ની ફાઈનલની તારીખો ઘણા સમય પહેલા ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા નક્કી કરવામાં આવી હતી. આને જાહેર કરતા ICCએ કહ્યું હતું કે, 2021-23 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ મેચ ફરી એકવાર ઇંગ્લેન્ડમાં યોજાશે. આ ફાઇનલ મેચ આ વખતે લંડનના ઓવલમાં 7 થી 11 જૂન દરમિયાન રમાશે. આ સિવાય ફાઈનલ મેચ માટે 12 જૂનને રિઝર્વ ડે તરીકે રાખવામાં આવ્યો છે, જેથી કોઈ વિક્ષેપના કારણે મેચને આગળ ધપાવી શકાય છે.

આ પણ વાંચોઃ GT vs MI: હોમગ્રાઉન્ડમાં ગુજરાત ફેવરીટ, અમદાવાદમાં આજે મેદાન એ જંગ

પ્રથમ ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતીઃ ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની પ્રથમ ફાઈનલ મેચ ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ હતી, જેમાં ન્યૂઝીલેન્ડે ભારતને 8 વિકેટે હરાવીને ચેમ્પિયનશિપ જીતી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.