Asia Cup 2022 india vs Sri lanka: ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાની શરૂઆત સારી રહી ન હતી અને તેણે ટૂંક સમયમાં જ પોતાની બે વિકેટ ગુમાવી દીધી હતી. કોહલી 0 અને કેએલ રાહુલ 6 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી રોહિતે સૂર્યકુમાર યાદવ સાથે મળીને ભારતીય ઇનિંગ્સને સંભાળી હતી. બંનેએ ત્રીજી વિકેટ માટે 97 રનની ભાગીદારી કરી હતી. રોહિતે 72 અને સૂર્યાએ 34 રન બનાવ્યા હતા. જો કે, રોહિતના આઉટ થયા બાદ વિકેટો પડતી રહી, જેના કારણે ભારતનો સ્કોર 175 રનની અંદર જ રહ્યો.
શ્રીલંકાને ચોથો ફટકો: ભારતીય ટીમે મેચમાં વાપસી કરી છે. ચહલે ભારતને વધુ એક સફળતા અપાવી છે. આ સ્પિનરના બોલ પર કુસલ મેન્ડિસ એલબીડબ્લ્યુ આઉટ થયો હતો. મેન્ડિસે રિવ્યુ લીધો પરંતુ તે વ્યર્થ ગયો. 15 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર 120/4 હતો. દાસુન શનાકા અને ભાનુકા રાજપક્ષે ક્રિઝ પર છે.
-
Two wickets in an over for @yuzi_chahal 👌👌
— BCCI (@BCCI) September 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Charith Asalanka departs for a duck.
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 https://t.co/LjnygO5Zkv
">Two wickets in an over for @yuzi_chahal 👌👌
— BCCI (@BCCI) September 6, 2022
Charith Asalanka departs for a duck.
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 https://t.co/LjnygO5ZkvTwo wickets in an over for @yuzi_chahal 👌👌
— BCCI (@BCCI) September 6, 2022
Charith Asalanka departs for a duck.
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 https://t.co/LjnygO5Zkv
ચહલે બીજી વિકેટ લીધી: શ્રીલંકાની બીજી વિકેટ પડી છે. ચરિત અસલંકાને ચહલે સૂર્યકુમાર યાદવના હાથે કેચ આઉટ કરાવ્યો હતો. અસલંકાએ ત્રણ બોલનો સામનો કર્યો અને ખાતું પણ ખોલાવી શક્યો નહીં. 12 ઓવર પછી શ્રીલંકાનો સ્કોર બે વિકેટે 98 રન છે. કુસલ મેન્ડિસ 46 અને દાનુષ્કા ગુણાતિલક 0 રન બનાવીને રમી રહ્યા છે.
-
An outstanding start from Sri Lanka openers 💪#INDvSL | #AsiaCup2022 | 📝 Scorecard: https://t.co/914FlwDKK0 pic.twitter.com/YI5C5r6A1M
— ICC (@ICC) September 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">An outstanding start from Sri Lanka openers 💪#INDvSL | #AsiaCup2022 | 📝 Scorecard: https://t.co/914FlwDKK0 pic.twitter.com/YI5C5r6A1M
— ICC (@ICC) September 6, 2022An outstanding start from Sri Lanka openers 💪#INDvSL | #AsiaCup2022 | 📝 Scorecard: https://t.co/914FlwDKK0 pic.twitter.com/YI5C5r6A1M
— ICC (@ICC) September 6, 2022
નિસાન્કાના 50 રન:ભારતીય ટીમ હજુ પણ વિકેટની શોધમાં છે. 10 ઓવર રમાઈ ગઈ છે, પરંતુ ભારતીય બોલરોનું નસીબ ખાટું થઈ ગયું છે. શ્રીલંકાનો સ્કોર બે વિકેટે 89 રન છે. પથુમ નિસાંકા 50 અને કુસલ મેન્ડિસ 39 રને રમી રહ્યા છે. નિસાન્કાએ 50 રન પૂરા કરવા માટે 34 બોલ લીધા હતા.
શ્રીલંકાનો સ્કોર 50 રનને પારઃ શ્રીલંકાના બેટ્સમેનોની સામે ટીમ ઈન્ડિયાની બોલિંગ ખરાબ રીતે ફ્લોપ દેખાઈ રહી છે. શ્રીલંકાએ પાવરપ્લેમાં જ 50નો સ્કોર પાર કરી લીધો છે અને તેણે અત્યાર સુધી એક પણ વિકેટ ગુમાવી નથી. 6 ઓવરના અંતે શ્રીલંકાનો સ્કોર 57 રન છે.
-
Innings Break!#TeamIndia post a total of 173/8 on the board.
— BCCI (@BCCI) September 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Over to our bowlers now 🙌
Scorecard - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/g77BzXkt8b
">Innings Break!#TeamIndia post a total of 173/8 on the board.
— BCCI (@BCCI) September 6, 2022
Over to our bowlers now 🙌
Scorecard - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/g77BzXkt8bInnings Break!#TeamIndia post a total of 173/8 on the board.
— BCCI (@BCCI) September 6, 2022
Over to our bowlers now 🙌
Scorecard - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/g77BzXkt8b
શ્રીલંકાએ 174 રનનો લક્ષ્યાંક આપ્યોઃ ભારતીય ટીમે શ્રીલંકાને જીતવા માટે 174 રનનો ટાર્ગેટ આપ્યો છે. ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા ભારતે આઠ વિકેટે 173 રન બનાવ્યા હતા. રોહિત શર્માએ સૌથી વધુ 72 રનની ઇનિંગ રમી હતી. શ્રીલંકા તરફથી દિલશાન મદુશંકાએ ત્રણ વિકેટ ઝડપી હતી.
-
Leading from the front, Captain @ImRo45 brings up a fine FIFTY off 32 deliveries 👏👏
— BCCI (@BCCI) September 6, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/8ReqyqTS94
">Leading from the front, Captain @ImRo45 brings up a fine FIFTY off 32 deliveries 👏👏
— BCCI (@BCCI) September 6, 2022
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/8ReqyqTS94Leading from the front, Captain @ImRo45 brings up a fine FIFTY off 32 deliveries 👏👏
— BCCI (@BCCI) September 6, 2022
Live - https://t.co/JFtIjXSBXC #INDvSL #AsiaCup2022 pic.twitter.com/8ReqyqTS94
રોહિતની ફિફ્ટીઃ રોહિત શર્માએ તોફાની ઇનિંગ રમતા પોતાના પચાસ રન પૂરા કર્યા છે. રોહિતે આ ફિફ્ટી માત્ર 32 બોલમાં ફટકારી હતી, જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. સૂર્યકુમાર 17 રન બનાવીને બીજા છેડે હાજર છે. 10 ઓવર પછી ભારતનો સ્કોર - 79/2.
આ છે શ્રીલંકાનું પ્લેઈંગ-11 : 1 પથુમ નિસાંકા, 2 કુસલ મેન્ડિસ (wk), 3 ચરિત અસલંકા, 4 દાનુષ્કા ગુનાથિલક, 5 ભાનુકા રાજપક્ષે, 6 દાસુન શનાકા (કેપ્ટન), 7 વાનિંદુ હસરાંગા, 8. , 9 મહિષા ટેકશ્ના 10 અસિથા ફર્નાન્ડો, 11 દિલશાન મદુશંકા.
અશ્વિન આજની મેચ રમી રહ્યો છે ઈન્ડિયાઝ પ્લેઈંગ-11: રોહિત શર્મા (કેપ્ટન) 2. કેએલ રાહુલ, 3. વિરાટ કોહલી, 4. સૂર્યકુમાર યાદવ, 5. ઋષભ પંત (WK), 6. હાર્દિક પંડ્યા, 7. દીપક હુડા 8. ભુવનેશ્વર કુમાર 9. રવિચંદ્રન અશ્વિન 10. અર્શદીપ સિંહ, 11. યુઝવેન્દ્ર ચહલ.