- Tokyo Olympicsમાં ગુજરાતનું ગૌરવ વધારશે આપણી નારી શક્તિ
- 60 વર્ષ પછી ગુજરાતના ખેલાડીઓની ઓલિમ્પિક અને પેરા ઓલિમ્પિક માટે પસંદગી
- 6 મહિલાની પસંદગી થઈ હોય એવી ગુજરાતના ઈતિહાસની પ્રથમ ઘટના
ન્યૂઝ ડેસ્ક: આખા જગતને એક મંચ પર લાવતો રમતોત્સવ છે. એમાંય અત્યારે તો આધુનિક ઓલિમ્પિકનું વર્ષ ચાલી રહ્યું છે. ત્યારે 1896માં એથેન્સમાં પ્રથમ મોર્ડન ઓલિમ્પિકનું આયોજન થયું હતું. જાપાનના ટોક્યોમાં 32મી ઓલિમ્પિક (Olympic Games Tokyo)નું આયોજન થવા જઈ રહ્યું છે. એમાં ગુજરાતમાંથી એક સાથે છ મહિલા-યુવતીઓ વિવિધ સ્પર્ધામાં ભાગ લેવા જઈ રહી છે. ગુજરાતના ઈતિહાસની આ પ્રથમ ઘટના છે, જ્યારે એક સાથે આટલા લોકો ક્વોલિફાઈ થયા હોય. ગુજરાતની આ સિદ્ધીને બિરજદાવવા માટે મુખ્યપ્રધાને ગુજરાતની તમામ મહિલા ખેલાડીઓને 10 લાખ રૂપિયાના ઇનામની જાહેરાત કરી છે.
રાજ્યમાં ઓલમ્પિક સ્પોર્ટ્સનું વૈશ્વિક માળખું તૈયાર થશે
રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે છેલ્લા બે દાયકાથી રમતગમત ક્ષેત્રે યુવાનોને પ્રોત્સાહન સહાય અને તાલીમ આપવાની રાજ્ય સરકારની નીતિના પરિણામ આવ્યું છે રાજ્યમાં સ્પોર્ટ્સ વૈશ્વિક કક્ષાનું માળખું ઉભું કરીને ગુજરાતને ઓલિમ્પિક સ્પર્ધાઓના આયોજન કરવા અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોમ્પિટ કરે તેવા રમતવીરો તૈયાર કરવાની સરકારની નિયમમાં આ સિદ્ધિ નવું બળ આપશે.
તો ચાલો જાણીએ એ છ સ્પર્ધકો અને તેમની રમત વિશે...
1. માના પટેલ (સ્વિમિંગ): માના પટેલ (Maana Patel) ટોક્યો ઓલિમ્પિક માટે ક્વોલિફાઇ કરનાર દેશની પ્રથમ મહિલા સ્વિમર બની ગઈ છે. આ સિવાય તે એવી માત્ર ત્રીજી ભારતીય છે જેને ઓલિમ્પિક માટે આ રમતમાં કેટેગરીમાં ક્વોલિફાઇ કર્યું છે. ભારતની બેકસ્ટ્રોક સ્વિમર માના પટેલે (Swimmer Maana Patel)ભારતીય મહિલાઓના સ્તર પર મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી છે. કિરેન રિજિજુ (Kiren Rijiju)એ પણ માના પટેલની આ ઉપલબ્ધિ અંગે ટ્વિટ કરી અભિનંદન પાઠવ્યાં હતા.
આ પણ વાંચો: Tokyo Olympics માટે Maana Patel ભારતની ક્વોલિફાઈ થનારી પહેલી સ્વીમર બની
આપણા માટે તો સ્વિમિંગ (Swimming) એટલે તરણ પરંતુ તેના વિવિધ પ્રકાર છે. અત્યારની ઓલિમ્પિકમાં સામાન્ય રીતે સ્વિમિંગની અલગ અલગ 16 ઈવેન્ટ યોજાય છે. માના તેમાંથી બેકસ્ટ્રોક સ્વિમિંગમાં ભાગ લેશે. બેકસ્ટ્રોક એટલે તેણે આગળને બદલે પાછળની તરફ તરવાનું હોય છે. ઓલિમ્પિકસામાન્ય રીતે તરતી વખતે છાતીનો ભાગ નીચે રાખી હાથ હલાવતા તરવાનું હોય છે. બેકસ્ટ્રોકમાં છાતીનો ભાગ ઉપર, પીઠ પાણીમાં રહે એ રીતે હાથને ઉંધા ફેરવતા આગળ વધવાનું હોય છે. તરણ એ ઓલિમ્પિકની સૌથી વધુ એનર્જી વાપરનારી રમત છે. એમાં પણ બેકસ્ટ્રોકમાં તો એનાથી પણ વધારે ઊર્જાની જરૂર પડે.
2. અંકિતા રૈના (ટેનિસ): ગુજરાતમાં 11 જાન્યુઆરી 1993માં જન્મેલી અંકિતા રૈના (Ankita Raina) પણ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં જશે અને ટેનિસના મેદાન પર સટાસટી બોલાવશે. અંકિતા ટેનિસમાં સિંગલ નહીં પણ ડબલ ગેમ રમશે. એટલે કે એ બીજા ખેલાડી સાથે મેદાનમાં ઉતરશે. સદભાગ્યે તેને ડબલમાં જોડી સાનિયા મિર્ઝા (Sania Mirza) સાથે બનાવવાની છે. અમદાવાદમાં જન્મેલી અંકિતા 28 વર્ષની છે અને વર્લ્ડ ટેનિસ રેન્કિંગમાં તેનો 95મો ક્રમ છે. અત્યાર સુધીમાં એ 11 સિંગલ અને 18 ડબલ ટાઈટલ જીતી ચૂકી છે.
ટેનિસ ભારતમાં બહુ મહત્વની ગેમ નથી ગણાતી પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે આ ગેમ સેલિબ્રિટી સ્ટેટસ ભોગવે છે. અંકિતા વિશ્વની ઘણી નામી ટેનિસ ખેલાડીઓ સાથે ડબલ ગેમ રમી ચૂકી છે. રૈના ગુજરાતમાં જન્મી છે, પરંતુ તેનો પરિવાર મૂળ તો કાશ્મીરી પંડિત છે. 1980-90ના સમયગાળામાં જ્યારે આતંકીઓના ત્રાસથી કાશ્મીરી પંડિતોએ કાશ્મીર ખીણ છોડવાનું ચાલુ કર્યું ત્યારે અંકિતાનો પરિવાર પણ ત્યાંથી નીકળી ગયો હતો.
આ પણ વાંચો: ઐતિહાસિક ક્ષણ : 6 ગુજરાતી મહિલાઓ Tokyo Olympicsમાં ભાગ લેશે
3. સોનલ પટેલ (પેરા ટેબલ ટેનિસ): અમદાવાદમાં ગોતા વિસ્તારમાં રહેતી 34 વર્ષીય સોનલ પટેલ (Sonal Patel)નું ટોક્યો ખાતે યોજાનાર પેરા ઓલિમ્પિકમાં સિલેક્શન થયું છે. સોનલ પટેલે (Sonal Patel) જન્મથી દિવ્યાંગ હોવાથી સારો અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સપનું જોયું હતું પણ તેમાં મને સફળતા ન મળી ન હતી. બાદમાં અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી સખત મહેનતથી પેરા ટેબલ ટેનિસ (Para table tennis) માં સારું પ્રદર્શન કરતી રહી હતી. હાલ તેઓ વિશ્વમાં 19માં રેન્ક પર છે.
ટેબલ ટેનિસ જાણીતી રમત છે. પેરા ટેબલ ટેનિસ તેનો જ એક પ્રકાર છે. જે ખેલાડીઓના પગમાં ખામી હોય, વ્હિલચેર પર બેસતા હોય કે શરીરમાં વિકલાંગતા હોય એમના માટે આ સ્પર્ધા છે. તેમાં વ્હિલચેરમાં બેસીને ભાગ લઈ શકાય છે. પગ સિવાય અન્ય અંગોમાં ખામી હોય તો તેનો સમાવેશ પણ પેરામાં થાય છે. અમદાવાદમાં ગોતા વિસ્તારના દ્વારકા એપાર્ટમેન્ટમાં રહેતી 34 વર્ષીય સોનલ પટેલ (Sonal Patel)નું ટોકિયો ખાતે યોજાનાર પેરાલિમ્પિકમાં સિલેક્શન થયું છે.
સોનલ પટેલ કહે છે કે, જન્મથી દિવ્યાંગ હોવાથી સારો અભ્યાસ કરીને શિક્ષક બનવાનું સપનું જોયું હતું પણ તેમાં મને સફળતા મળી ન હતી. અંધજન મંડળના શિક્ષકો અને મિત્રોની મદદથી હું પેરા ટેબલ ટેનિસ રમવાની શરૂઆત કરી હતી ત્યાર પછી સામાન્ય વ્યક્તિની જેમ એક જ લક્ષ્ય સાથે મહેનત શરૂ કરી પેરા ટેબલ ટેનિસમાં સારું પ્રદર્શન કરતી રહી હતી. ટોકિયો ખાતે યોજાનારા પેરાલિમ્પિકમાં પ્રથમ વાર મારું સિલેક્શન થયું છે તે મારા પરિવારની સાથે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે. ત્યારે આ પેરા ઓલિમ્પિકમાં ગોલ્ડમેડલ જીતવો તે એકમાત્ર મારું લક્ષ્ય બની રહ્યું છે.
તેઓ આગળ કહે છે કે, સારી પ્રેક્ટિસ કરાવવા માટે મારા પતિએ જોબ છોડી દીધી છે અને હાલ પણ દિવસમાં 8થી 9 કલાકની સખત પ્રેક્ટિસ કર્યા પછી જ રોજિંદા કામમાં સમય પસાર કરું છું. હું શારીરિક રીતે દિવ્યાંગ છું પણ મનથી નહીં. હાલના સમયમાં વિશ્વમાં 19માં રેન્ક પર છું પણ આવનારા વર્ષોમાં સારું પરફોર્મન્સ કરીને ટોપ 10માં સ્થાન મેળવવાની મારી ઇચ્છા છે. પરિવાર અને મિત્રો દ્વારા સતત આત્મવિશ્વાસને લીધે મને દરેક સમયે ઘણો સપોર્ટ મળ્યો છે જેને લીધે સારું પરિણામ મેળવી શકી છું.
4. ભાવિના પટેલ (પેરા ટેબલ ટેનિસ): ભાવિના પટેલ (Bhavina Patel) છેલ્લા 10 વર્ષથી વધુ સમયથી પેરા ટેબલ ટેનિસ (Para table tennis) રમે છે. તેમનું ટોક્યો ખાતે યોજાનારા રમતોત્સવમાં સિલેક્શન થયું છે. તેઓ 28 વાર ભારતનું પ્રતિનિધિત્વ કરીને 5 ગોલ્ડમેડલ, 13 સિલ્વર અને 8 બ્રોન્ઝમેડલ જીત્યા છે. ઉપરાંત વર્ષ 2013માં તેમને ટાઇફોડ થયો હોવા છતાં તેઓ બેંગકોક ખાતે યોજાયેલી ઓપન ચેમ્પિયનશીપમાં સિંગલ્સ મેચમાં સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યા હતા.
તેઓ કહે છે કે, હું દિવ્યાંગ છું સમાજમાં દિવ્યાંગ વ્યકિતઓ માટેની રહેલી માનસિકતાને બદલવી તે મારું ડ્રીમ છે માટે હું પેરા ટેબલ ટેનિસમાં જોડાઇ છું અને સારું પ્રદર્શન કરી રહી છું.
ભાવિના પટેલ આગળ કહે છે કે, વર્ષ 2013માં મને ટાઇફોડ થયો હોવા છતાં બેંગકોક ખાતે યોજાયેલી ઓપન ચેમ્પિયનશીપમાં સિંગલમાં સિલ્વર અને ટીમ ઇવેન્ટમાં ગોલ્ડમેડલ જીત્યો હતો. ગામડાંમાં ઉછેરેલાં ભાવિનાબહેનના પરિવારમાં કોઇ સ્પોટ્ર્સ બેકગ્રાઉન્ડ ધરાવતું નથી. વળી ગામડામાં કોઇ નેશનલ લેવલે રમવા ગયું હોય એવું પણ જોયું કે સાંભળ્યું નહોતું. એટલે સ્પોર્ટ્સ વિશે ખાસ કંઇ ખબર નહોતી. એક વર્ષની નાની ઉંમરમાં પોલિયો થઇ જવાને કારણે તેમને ચાલવામાં તકલીફ થવા લાગી પરંતુ અભ્યાસ પર વધુ ધ્યાન કેન્દ્રીત કર્યું. અમદાવાદમાં PGમાં રહીને તેઓ બ્લાઇન્ડ પિપલ એસોસિએશનમાં IITનો કોર્સ કરતા હતા. એ દરમિયાન જ તેમને ટેનિસમાં રસ પડ્યો અને પછી અહીં સુધી પહોંચી શક્યા.
આ પણ વાંચો: શુટિંગ વર્લ્ડ કપઃ ભારતે અત્યારસુધી 6 ગોલ્ડ સાથે 14 મેડલ મેળવ્યા
5. ઈલાવેનિલ વલારીવન (શૂટિંગ): ઈલાવેનિલ વલારીવન(Elavenil Valarivan) મૂળ ગુજરાતી નથી, જન્મે તમિલ છે પણ ઉછેર અમદાવાદમાં થયો છે. શૂટિંગની તાલીમ પણ અહીં લીધી છે. તેણે વિવિધ સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિલ્વર મેડલ મેળવ્યા છે. શૂટિંગ (Shooting)ની તાલીમ તેઓએ અમદાવાદમાં લીધી છે એટલે એ રીતે તેને ગુજરાતી ગણી શકાય. વિવિધ સ્તરે વિવિધ સ્પર્ધાઓમાં ગોલ્ડ-સિવ્લર મેડલ તેમણે મેળવ્યા છે. ઓલિમ્પિકમાં ભારત તરફથી અભિનવ બિન્દ્રા (Abhinav Bindra)એ શૂટિંગમાં મેડલ મેળવ્યા બાદ ભારતીયોનું ધ્યાન આ રમત પર પડ્યું છે. 21 વર્ષિય ઈલાવેનિલ પાસેથી દેશને ઘણી આશા છે. એર રાઈફલ શૂટિંગમાં એ વર્લ્ડમાં નંબર વન સુધી પહોંચી ચૂકી છે.
6. પારુલ પરમાર (પેરા બેડમિન્ટન): ગાંધીનગરની પેરા બેડમિન્ટનની મહિલા દિવ્યાંગ ખેલાડી અર્જુન એવોર્ડ પારૂલ પરમાર ( Parul Parmar) વર્ષ 2021માં જાપાનના ટોક્યો ખાતે યોજાનારા આગામી ઓલિમ્પિકમાં સિંગલ્સમાં રમી ભારતનું પ્રતિનિધિત્વ કરશે. તેઓ ભારતના પહેલા મહિલા ખેલાડી છે જે ઓલિમ્પિકની પેરા બેડમિન્ટનમાં રમશે. આ સાથે તેઓ ડબલ્સ અને મિક્સ ડબલ્સમાં કેટેગરીમાં પણ પહેલીવાર ઓલિમ્પિક રમશે.
અગાસી પર કે સોસાયટીની ખાલી જગ્યામાં પણ ફૂલ-રેકેટ લઈને રમી શકાતી આ ગેમથી આપણે અજાણ નથી. પરંતુ ટાઈમપાસ કરવા રમવું અને વૈશ્વિક સ્તરે ડંકો વગાડવો તેમાં ઘણો ફરક છે. પારુલ પરમારે પેરા બેડમિન્ટનમાં અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે અને હવે વધુ સિદ્ધિ માટે ટોકિયો જશે. પારુલ પરમાર ( Parul Parmar para badminton) પેરા બેડમિન્ટમન (Badminton)ની વિવિધ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં ગોલ્ડ મેડલો મેળવી ચૂક્યા છે.
આ પણ વાંચો: સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી
તેમની અદભૂત રમતને કારણે 2009માં તેઓ અર્જૂન એવોર્ડ (Arjuna Award) મેળવી ચૂક્યા છે. ગાંધીનગરના પારુલબહેનને નાનપણમાં પોલિયો થયો હતો, પણ એ આફતને તેમણે અવસરમાં ફેરવી નાખી છે. તેમના પિતા બેડમિન્ટનના ખેલાડી હતા, એટલે રમત તેમને વારસામાં મળી એમ કહી શકાય.