ETV Bharat / sports

Tokyo Olympics 2020 :ભારતનું 'સિલ્વર' સપનું તૂટ્યું પી.વી. સિંધુ સેમીફાઇનલમાં હારી - મહિલા સિંગલ્સ બેડમિન્ટન સેમિફાઇનલ મેચ

ટોક્યો ઓલિમ્પિક 2020માં ( Tokyo Olympics ) ભારતની સ્ટાર બેડમિંટન ખેલાડી પીવી સિંધુ ( PV Sindhu ) સેમિફાઈનલમાં ચીની તાઇપેઇની તાઈ ત્ઝુ યિંગ સામે હારી ગઈ છે. આ સાથે સિંધુ ઓલિમ્પિકમાં લગાતાર બીજી વખત રજત પદક (Silver Medal) ચૂકી ગઈ છે.

Tokyo Olympics 2020 :ભારતનું 'સિલ્વર' સપનું તૂટ્યું, PV Sindhu તાઈ ત્ઝુ યિંગ સામે હારી ગઈ

author img

By

Published : Jul 31, 2021, 6:12 PM IST

  • ભારતની સ્ટાર ખેલાડી માટે નિરાશાજનક દિવસ
  • બેડમિંટન સેમિફાઈનલમાં પીવી સિંધુ હારી
  • આવતીકાલે કાંસ્ય પદક માટે રમશે

ટોક્યોઃ ટોક્યો ઓલિમ્પિકનો ( Tokyo Olympics ) આજે 9મો દિવસ છે. ભારતની કમલપ્રીત કૌરે ડિસ્ક થ્રોમાં સારું પ્રદર્શન કર્યું છે. તેણે ફાઇનલમાં જગ્યા બનાવી છે. કમલપ્રીત ભારતને મેડલ અપાવવાની ખૂબ નજીક છે. સાથે જ તીરંદાજીમાં મેડલ જીતવાનું ભારતનું સપનું પણ વિખેરાઈ ગયું છે. તીરંદાજ અતનુ દાસ પ્રી-ક્વાર્ટર ફાઇનલ મેચ હાર્યા બાદ બહાર છે.

બીજીવાર સિલ્વર ચૂકી

ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ ( PV Sindhu ) સેમીફાઈનલમાં ચીની તાઈપેઈની તાઈ ત્ઝુ યિંગ સામે હાર્યા બાદ ટોક્યો ઓલિમ્પિકમાં સતત બીજીવાર સિલ્વર મેડલ (Silver Medal) ચૂકી ગઈ હતી.

નંબર વન સામે મેચ હારી

સેમિફાઈનલમાં સારી શરૂઆત કરવા છતાં વિશ્વની નંબર વન ખેલાડીની સામે સમય વીતતાં સિંધુએ ( PV Sindhu ) મેચ પરથી પોતાની પકડ ગુમાવી દીધી અને તાઈ ત્ઝુ યિંગે ભારતીય ખેલાડીને સીધી ગેમમાં 21-18, 21-12 થી હરાવી હતી. આ સાથે ફાઇનલમાં પહોંચવાનો તેનો રસ્તો બંધ કરી દીધો હતો.

જણાવીએ કે સિંધુ ( PV Sindhu ) હવે કાંસ્ય પદક માટે મેચ રમશે. તે ચીનની જ HE Bing Jiao નો સામનો કરશે

આ પણ વાંચોઃ Tokyo Olympics Day 9: વાંચો, 9માં દિવસે ક્યા ભારતીય ખેલાડીઓ ઉતરશે મેદાનમાં...

આ પણ વાંચોઃ Tokyo Olympics 2020 : ભારતીય પુરૂષ હોકી ટીમે જાપાનને 5-3થી હરાવી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.