મુંબઇ: અભિનેતા કુશલ ટંડન અને હિના ખાનની ફિલ્મ 'અનલોક' ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. આ વિશે કુશાલે કહ્યું કે, ડાર્ક વેબ એક એવી વસ્તુ છે. જેને ઘણા લોકો જાણતા પણ નથી. કુશાલનું કહેવું છે કે, શૂટિંગની પ્રક્રિયા દરમિયાન ઘણું શીખ્યું છે અને ડાર્ક વેબ એક એવી વસ્તુ છે, જેની આજે પમ ઘણા લોકોને ખબર નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
કુશલે કહ્યું કે," આ અનુભવ ખૂબ જ રસપ્રદ અને રોમાંચક રહ્યો છે. ફિલ્મને ડિરેક્ટરે જે રીતે ફિલ્માવી છે મને એ ખૂબ જ ગમ્યું. આ કોન્સેપ્ટ કંઈક અલગ જ છે. જેનાથી લોકો કનેક્ટ થઈ શકશે. ડાર્ક વેબ એવી વસ્તુ છે, જેના વિશે ઘણા લોકો જાણતા નથી, પણ હું જાણું છું." ફિલ્મની વાર્તા સુહાની એટલે કે હિના અને અમર એટલે કુશાલની આસપાસ ફરે છે.
એક ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે, સુહાની કેવી રીતે પોતાના પ્રેમ અમરને કાબૂમાં રાખવા માટે એક એપ ઇન્સ્ટોલ કરે છે, પરંતુ પોતાની ઇચ્છા પૂરી કરવાના પ્રયત્નમાં સુહાની એપ્લિકેશનના વર્ચ્યુઅલ સહાયક અવાજ સાથે એક અલગ રહસ્યમય પ્રવાસનો હિસ્સો બની જાય છે.
મહત્વનું છે કે, 27 જૂને G5 પર રીલિઝ થયેલી આ ફિલ્મનું દિગ્દર્શન દેવાત્મા મંડળ દ્વારા કરવામાં આવ્યું છે.