મુંભઈઃ ટેલિવિઝન એક્ટ્રેસ જેનિફર વિંગેટના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની સંખ્યા 90 લાખ સુધી પહોંચી ગઈ છે. આ સાથે જ દિવ્યાંકા ત્રિપાઠી દહિયાની જેમ જેનિફર પણ ભારતની સૌથી વધુ ફોલોઅર્સ ધરાવતી ટેલિવિઝન હસ્તીઓમાંની એક બની ગઈ છે.
જો કે કપિલ શર્મા અને મૌની રોય જેવા ટીવી સેલેબ્સ આ રેસમાં જેનિફર કરતા આગળ છે. પરંતુ જેનિફરની ટેલિવિઝન તેમ જ બોલિવૂડમાં પણ હાજરી નોંધપાત્ર રહી છે.
જેનિફર તાજેતરમાં 'બેહદ 2' માં માયા મલ્હોત્રાના અભિનયને કારણે દર્શકોના હૃદયમાં એક છાપ છોડવામાં સફળ રહી છે. હકીકતમાં વર્ષ 2016થી અત્યાર સુધીના બંને સીઝનમાં માયાનો રોલ ભજવી પોતાની એક અલગ જ ઓલખાણ ઉભી કરી છે. આ સીરિયલે તેમને ઘણી સફળતા આપી છે.
આ સાથે જ જેનિફર સીરીયલ 'સરસ્વાતીચંદ્ર' માં કુમુદ દેસાઈ અને 'બેપનાહ'માં ઝોયા સિદ્દીકીના પાત્રને લઈ પણ લોકપ્રિય છે.