- બિગ બોસમાં થઈ લડાઈ
- પ્રતિક સહજપાલે બાથરૂમનું તાળું તોડી નાખ્યું
- વિધિ પંડ્યા એ જ બાથરૂમમાં સ્નાન કરી રહી હતી
મુંબઇ : 'Bigg Boss OTT' માં પ્રતિક સહજપાલની રમતની ખૂબ પ્રશંસા થઈ રહી છે, પરંતુ જે રીતે તે' બિગ બોસ 15'માં તેઓ રમી રહ્યા છે, તેના કારણે તે પરિવારના સભ્યોનો નિશાનો બની રહ્યો છે.પ્રતીક સહજપાલે હવે કંઈક એવું કર્યું છે, જેના કારણે તે દરેકના નિશાના પર છે. તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રાએ તેના પર ઘણો ગુસ્સો કર્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
આ પણ વાંચો : સૂર્યવંશી ફિલ્મ રિલીઝ ડેટ, શુ બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવશે..?
વિધિ પંડ્યા બાથરૂમમાં સ્નાન કરી રહી હતી અને ત્યારબાદ પ્રતીકે બાથરૂમનું તાળું તોડી નાખ્યું હતું. જ્યારે વિધી સ્નાન કર્યા પછી બહાર આવી અને જોયું કે તાળું તૂટેલું છે, ત્યારે તેના હોશ ઉડી ગયા હતા. જ્યારે વિધિએ પરિવારના અન્ય સભ્યોને આ વાત જણાવી, ત્યારે તેઓએ પ્રતિક પર ઘણો ગુસ્સો કર્યો હતો. કરણ કુન્દ્રાએ પ્રતીકને ધમકી પણ આપી હતી કે જો તે ફરી ક્યારેય કોઈ છોકરી સાથે આવું કૃત્ય કરે તો સારું નહીં થાય.
આ પણ વાંચો : જાહ્નવી કપૂરે હાથ પર લખાવ્યું ખાસ વ્યક્તિનું નામ, શેર કરી એક-એકથી ચઢિયાતી તસવીરો
આ સમગ્ર ઘટના 8 ઓક્ટોબરના એપિસોડમાં બતાવવામાં આવશે, જેનો પ્રોમો જાહેર કરવામાં આવ્યો છે. વિધિ સ્નાન કર્યા પછી પ્રતીક પાસે જાય છે અને તેને પૂછે છે કે, તેણે કોઈનું સ્નાન કરતી વખતે આવું કેમ કર્યું? તેજસ્વી પ્રકાશ પણ પ્રતિક પર ગુસ્સે થઈ જાય છે અને કહે છે કે, તેણે જે કર્યું તે બહુ જ ખરાબ છે, પરંતુ પ્રતીકનું કહેવું છે કે, તેણે ગેમ વિશે વિચારીને આવું કર્યું હતું. બાથરૂમમાં કોઈ છે કે નહીં તેની તેમને પરવા નથી. તેણે જે કર્યું તેના માટે તે બિલકુલ માફી નહીં માંગે.