'બિગ બોસ 13'ના તમામ સ્પર્ધકો રવિવારના રોજ ગૃહમાં પ્રવેશ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. પરંતુ, આ વખતે રિયાલિટી શો 'બિગ બોસ'માં, સેલિબ્રેટ સ્પર્ધકોની સાથે, શોના હોસ્ટ સલમાન ખાન પણ બિગ બોસના મહેમાન તરીકે તેમના ઘરે રોકાશે.
સ્ટારના બંગલા તરીકે જાણીતા આ ઘરને સલમાન માટે એક ખાનગી ક્ષેત્ર બનાવવામાં આવ્યું છે જે આ શોના સેટની બાજુમાં જ છે.

આ વર્ષે, આર્ટ ડાયરેક્ટ ઓમુંગ કુમાર સલમાનના બંગલાને એક સરસ લુક આપ્યો છે અને આ વખતે , શ્રેષ્ઠ આંતરિકની સાથે લાકડાનું જબરદસ્ત કામ કરવામાં આવ્યું છે. સલમાનના પોર્ટ્રેટ જોઇને ચકિત થઇ જાશો, લાકડાના સફેદ અને ભૂરા રંગથી શણગારેલી દિવાલો ઘરમાં હૂંફનો અનુભવ કરાવે છે.

લિવિંન્ગ રૂમના એક ભાગમાં લાકડાના સ્લેટ્સ અને પેનલ્સ અને સલમાનની આદમકદની આર્ટવર્ક લગાવામાં આવી છે, તો બીજી બાજુ બધા સામાનની સાથે અને આર્ટવર્કથી સજ્જ રસોડુ છે.


બેડરૂમમાં લાકડાની ટોન ડિઝાઇન અને પડદા સાથે સલમાનની તસવીરો પણ શણગારવામાં આવી છે.

સલમાન ખાન ખુલ્લા ઘરના શોખીન હોવાથી તેમાં પણ ફુવારા સાથે ઘરના લુકને સંપૂર્ણ રીતે સુંદર બનાવે છે.
