મુંબઈ: બોલિવૂડ અભિનેતા અર્જુન કપૂરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ વાતની જાણકારી અર્જુન કપૂરે સોશિયલ મીડિયા દ્વારા જણાવી છે. વધુમાં તેમણે જણાવ્યું કે, લક્ષણો નહીંવત હોવાને કારણે તે ઘરમાં જ કોરેન્ટાઈન થયા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અર્જુન કપૂરે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરતાં જણાવ્યું કે, આ મારી ડ્યુટી છે કે, હું તમને જણાવું કે મેં કોરોના ટેસ્ટ કરાવ્યો હતો અને તેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મેં પોતાની જાતને ઘરમાં જ કોરેન્ટાઇન કરી છે. પોતાને સર્પોર્ટ કરવા માટે અભિનેતાએ દરેકનો આભાર વ્યક્ત કર્યો હતો. વધુમાં તેણે લખ્યું કે, "હું મારા સ્વાસ્થ્યની અપડેટ આપતો રહીશ". અર્જુનની આ પોસ્ટ બાદ તેના ચાહકો તેમના સારા સ્વાસ્થ માટે પ્રાથના કરી રહ્યા છે.
મહત્વનું છે કે, થોડા સમય પહેલા અમિતાભ બચ્ચન, અભિષેક બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન અને આરાધ્યા બચ્ચન પણ કોરોના વાઇરસથી સંક્રમિત થયા હતા. જો કે સારવાર લીધા બાદ થોડા દિવસોમાં જ તેમણે કોરોનાને માત આપી હતી.