ગાઝિયાબાદ: હરિયાણાની ડાન્સર મોનિકા ચૌધરીનો એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે. જેમાં તે રડી રહી છે, અને પોતાની ભાવનાઓને જણાવી રહી છે અને કહે છે કે તે આત્મહત્યા કરશે. આ અંગે તેમણે ગાઝિયાબાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
ડાન્સર મોનિકાએ આક્ષેપ કર્યો છે કે ફેસબુક પર કેટલાક લોકો તેના પર ગંદા કોમેન્ટ કરે છે. મોનિકા સતત આ ગંદા ટિપ્પણીઓથી પરેશાન થઇ ગઇ છે. જે બાદ તે એટલી નારાજ થઈ ગઈ કે તેણે પોતાનો એક વીડિયો શૂટ કર્યો, જેમાં તે રડી રહી છે અને રડતાં રડતાં તેણે કહ્યું કે જો આવું જ ચાલતું રહ્યું તો તે આત્મહત્યા કરી લેશે. મોનિકાએ પોલીસ પાસે કાર્યવાહીની વિનંતી કરી રહી છે.
મોનિકાની ફરિયાદ પર પોલીસે તપાસ શરૂ કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં આરોપીની ધરપકડ કરવામાં આવશે. પોલીસે મોનિકાને ધૈર્ય રાખવા કહ્યું છે.