- હિન્દી સિનેમાના દિગ્ગજ કલાકાર પરેશ રાવલે ગુજરાતી ફિલ્મનું શૂટિંગ કર્યું શરૂ
- મૂળ ગુજરાતી પરેશ રાવલ 40 વર્ષ પછી કોઈ ગુજરાતી ફિલ્મમાં દેખાશે
- પરેશ રાવલે ગુજરાતી ફિલ્મ 'ડિઅર ફાધર'નું શૂટિંગ શરૂ કર્યું
ન્યૂઝ ડેસ્ક: પહેલા થિયેટર પછી હિન્દી ફિલ્મોમાં પોતાના અભિનયથી કલાકાર પરેશ રાવલે (Paresh Rawal) હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાનું અલગ જ સ્થાન બનાવ્યું છે. વિલન હોય કે કોમેડીયન તમામ પાત્રમાં પરેશ રાવલે દર્શકોને મજા કરાવી છે. પરેશ રાવલે હિન્દી સિનેમામાં અનેક મોટા મોટા કલાકારો સાથે કામ કર્યું છે. હિન્દી ફિલ્મોમાં શરૂઆતમાં વિલનની ભૂમિકામાં જોવા મળતા પરેશ રાવલે હેરાફેરી ફિલ્મમાં કરેલી કોમેડીથી દર્શકોને પેટ પકડીને હસાવ્યા હતા. ત્યારે હવે પરેશ રાવલ 40 વર્ષ પછી ફરી એક વાર ગુજરાતી ફિલ્મમાં કામ કરવા જઈ રહ્યા છે. ગુજરાતી ફિલ્મની અભિનેત્રી માનસી પારેખે (Mansi Parekh) ઈન્સ્ટાગ્રામ પર પરેશ રાવલ સાથે ફોટો શેર કરીને આ માહિતી આપી હતી.
આ પણ વાંચો: પરેશ રાવલના પુત્ર આદિત્ય રાવલની ફિલ્મ 'બમફાડ'થી ધમાકેદાર એન્ટ્રી
પરેશ રાવલ સાથે કામ કરવું ગર્વની વાતઃ માનસી પારેખ
અભિનેત્રી માનસી પારેખે (Mansi Pareskh) ઈન્સ્ટાગ્રામ પર શેર કરેલા ફોટોમાં કલાકાર પરેશ રાવલ(Paresh Rawal), અભિનેત્રી માનસી પારેખ, ચેતન ધાનાણી(Chetan Dhanani) જોવા મળી રહ્યા છે. આ ફિલ્મનું નામ છે 'ડિઅર ફાધર'(Film Dear Father). આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ ગયું છે. આ ફિલ્મનું નિર્દેશન ઉમંગ વ્યાસ (Umang Vyas) કરશે. જ્યારે વિનસ મુવીઝ આ ફિલ્મને પ્રોડ્યુસ કરી રહી છે. અભિનેત્રી માનસી પારેખે પરેશ રાવલ સાથે ફોટો શેર કરીને કેપ્શનમાં લખ્યું હતું કે, પરેશ રાવલ સર, 40 વર્ષ પછી ગુજરાતી ફિલ્મમાં કામ કરી રહ્યા છે. હું તેમની સાથે કામ કરી રહી છું તેનાથી હું ખૂબ જ ગર્વ અનુભવી રહી છું. આ સાથે જ અમારી નવી જર્ની શરૂ થઈ છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">