મુંબઇ: ગયા વર્ષે જ્યારે ફિલ્ડ માર્શલ સેમ માણેકશોની ભૂમિકામાં વિકી કૌશલનો પહેલો લૂક સામે આવ્યો તે લુક ચોંકાવનારો હતો. તેવી જ રીતે માણેકશાની પુણ્યતિથિ નિમિત્તે બાયોપિકના નિર્માતાઓએ વિકી કૌશલનો નવો લુક રજૂ કર્યો હતો. આ લુક સાથે, સેમ માણેકશોને શ્રદ્ધાંજલિ આપાવમાં આવી હતી.
RSVP મૂવીઝથી માંડીને નિર્માતા રોની સ્ક્રુવાલા, દિગ્દર્શક મેઘના ગુલઝાર અને અભિનેતા વિકી કૌશલ બધાએ તેમના સોશિયલ મીડિયા હેન્ડલ પર નવો લુક શેર કર્યો હતો. જેણે ફરી એકવાર બધાને આશ્ચર્યચકિત કરી દીધા હતા.
- View this post on Instagram
A huge honour and an even bigger responsibility. #FieldMarshalSamManekshaw
">
વિકીએ પોતાનો નવો માણેકશો લુક ઈન્સ્ટાગ્રામ પર શેર કરી લખ્યું હતુ કે, 'એક મોટુ સન્માન અને તેનાથી મોટી જવાબદારી, ફીલ્ડમાર્શલ સેમ માણેકશો 'અભિનેતાના લુકની ચાહકોએતો પ્રશંસા કરી જ હતી પરંતુ દિયા મિર્ઝા, અમોલ પરાશર, અમૃતા ખાનવિલકર વગેરે સ્ટાર્સે પણ કરી હતી.