ટાઈગરે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં અભિનેતા હુબહુ પોતાના ડાન્સ આઈકન માઈકલ જેક્શનની જેમ ડાન્સ કરતા નજરે પડ્યા છે. ટાઈગરનો આ ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર ખુબ જ ધમાલ મચાવી રહ્યો છે. તેના ચાહકોની સાથે સાથે સેલિબ્રિટીજ પણ ટાઈગરના આ જબરદસ્ત ડાન્સને વખાણી રહ્યા છે.
- View this post on Instagram
Us MJ wannabes be like😜🚶🏻♀🚶🏻♀ . . #moonwalkingintotheweekend #throwback #mytributetotheking #mj
">
અભિનેતાએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ, " હુ MJનો ચાહક તેના જેવો જ દેખાવા માગુ છુ".
અભિનેત્રી શ્રદ્ધા કપૂરે પણ આ ડાન્સ વીડિયો પર કોમેન્ટ કરતા લખ્યુ કે, " ટુ ગૂડ". જ્યારે કોરિયોગ્રાફર રાહુલે તો ટાઈગરને માઈકલ જેક્શનનો પુર્નજન્મ જ કહી દીધુ. ટાઈગરનો આ ડાન્સ વીડિયો તેના ચાહકોને ખૂબ પસંદ આવી રહ્યો છે.
તેના કામ વિશે વાત કરીએ તો ટૂંક સમય પહેલા જ ટાઈગર ઋતિક રોશનની સાથે ફિલ્મ "વોર"માં જોવા મળ્યા હતાં. એક્શન થ્રિલરથી ભરપુર આ ફિલ્મ ચાહકોને ખુબ પસંદ આવી હતી. આ ફિલ્મે 300 કરોડ રૂપિયાનો આંકડો પાર કર્યો હતો. આ સાથે જ ટાઈગર હવે "બાઘી-3" માં જોવા મળશે. આ ફિલ્મ મુખ્ય પાત્રમાં શ્રદ્ધા કપૂર તેની સાથે જોવા મળશે.