ફિલ્મમાં ઋતિક રોશન મૈથમેટિશિયન આનંદ કુમારની ભૂમિકામાં જોવા મળી રહ્યો છે. આનંદ કુમાર જે ‘Super 30’ નામનો કાર્યક્રમ ચલાવી રહ્યા છે. જેમાં ગરીબ અને સંઘર્ષ બાળકોને IIT પરીક્ષામાં સારા નંબરેથી પાસ કરવાનું શિક્ષણ આપવામાં આવે છે. ટ્રેલરમાં આનંદ કુમારના સંઘર્ષ ભર્યુ જીવનને બતાવવામાં આવ્યું છે.
ટ્રેલરની શરૂઆતમાં એક અવાજમાં કહેવામાં આવે છે કે, "જી હાં ઈન્ડિયા સે હૈ... 'Third Word Country' ચિપ લેબર કા દેશ." અમુક-અમુક સીનને જોઈને એવું લાગે છે કે, આ ફિલ્મથી નિર્દેશક વિકાસ બહલ આનંદ કુમારના સંઘર્ષને બતાવવા માગે છે. જેમા સામાન્ય લોકો માટે પોતાની જીંદગી તેમના નામે કરી દિધી માત્ર એવા માટે કે તે બાળકોના સપના પુરા થઈ શકે.
આ કહાની તે બાળકોની છે, જે સપના તો જોઈ છે પરંતુ ખરાબ સંજોગોના કારણે તેને પુરા નથી કરી શકતા. જેને લઈને પોતાની જીંદગીમાં હાર માની લે છે. ફરી તેમની જીંદગીમાં એક રોશનીની જેમ આવે છે, આનંદ જે તેમને વિશ્વાસ આપવીને તેમના સપનોને ઉચી ઉડાન ભરાવે છે. ઋતિક રોશન આ રોલમાં ઘણો દમદાર જોવા મળે છે.
ઋતિકના ડાયલોગ સાંભળીને લાગે છે કે, કેમને ઘણી તાલીમ લીધી હોય. હાલ હવે માત્ર રાહ જોવાની બાકી છે. આ ફિલ્મની 12 જુલાઈએ રિલીઝ થવાની છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">