મુંબઈઃ અભિનેતા સોનુ સૂદ જે કોરોના મહામારીમાં ગરીબ લોકો માટે સુપરહીરો બની ગયા છે. તેમને હાલ, શિવસેનાની આલોચનાનો સામનો કરવો પડી રહ્યો છે અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે, તેઓ બીજેપીને લખાયેલી બિન-રાજકીય સ્ક્રિપ્ટને પૂરી કરવાનું કામ કરી રહ્યાં છે. તો બીજી તરફ પોલીસે તેમને બાન્દ્રા ટર્મિનસની બહાર મજૂરોને મળતા પણ અટકાવવામાં આવ્યા હતા.
મુંબઇ પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે, સોમવારે રાત્રે કેટલાક મજૂરોને મળવા પહોંચ્યો ત્યારે અભિનેતાને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ) દ્વારા અટકાવવામાં આવ્યો હતો. પરંતુ હજુ સુધી તેમને આ મામલે કોઈ ફરિયાદ મળી નથી.
-
Was a pleasure. Thank you for all the support offered to help my migrant brothers reunite with their families. https://t.co/nNpAcPYwOI
— sonu sood (@SonuSood) June 7, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Was a pleasure. Thank you for all the support offered to help my migrant brothers reunite with their families. https://t.co/nNpAcPYwOI
— sonu sood (@SonuSood) June 7, 2020Was a pleasure. Thank you for all the support offered to help my migrant brothers reunite with their families. https://t.co/nNpAcPYwOI
— sonu sood (@SonuSood) June 7, 2020
કામદારો બાન્દ્રા ટર્મિનસથી ઉત્તરપ્રદેશ જવા માટે એક વિશેષ ટ્રેન પકડવાના હતા. નિર્મલ નગર પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર શશીકાંત ભંડારેએ કહ્યું હતું કે, RPFએ અભિનેતાને રોક્યો હતો. તે મજૂરોને મળવા માંગતો હતો જેઓ તેમના ઘરે જવા રવાના થવાના હતા.
શિવસેનાના સાંસદ સંજય રાઉતે રવિવારે આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું કે, ભાજપે મહારાષ્ટ્રમાં મદદ માટે સોનુ સૂદને ઓફર તો નહોતી કરીને. જેથી તેઓ ઉદ્ધવ ઠાકરેની સરકારને નબળી બતાવી શકે.
પાર્ટીના મુખપત્ર 'સામના' નામની સાપ્તાહિકની કોલમ 'રોકઠોક'માં રાઉતે સવાલ ઉઠાવ્યો હતો કે, મહારાષ્ટ્રમાં લોકડાઉન દરમિયાન અચાનક સૂદ જેવા 'મહાત્મા' ક્યાંથી ઉભા થયા હતા? રાઉતે એક જૂના 'સ્ટિંગ' ઓપરેશન'નો પણ ઉલ્લેખ કર્યો હતો જે 2019 ની સામાન્ય ચૂંટણી પહેલા અભિનેતાની વિરુદ્ધ કરવામાં આવ્યો હતો.
જો કે, રવિવારે રાતે રાજ્યના મુખ્યપ્રધાન અને પાર્ટી પ્રમુખ ઉદ્વવ ઠાકરેએ સોનુ સૂદ સાથે મુલાકાત કરી હતી અને તેમની કામગીરીને વખાણી હતી. સોમવારે રક્ષાપ્રધાન રાજનાથ સિંહએપણ સોનૂના કાર્યને ટેકો આપ્યો હતો અને મહારાષ્ટ્ર સરકારની આલોચના પર સવાલ ઉઠાવ્યો હતો.