ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડની ફેશનેબલ એક્ટ્રેસ સોનમ કૂપરના ફેન્સ માટે ખુશ થઇ જાય તેવા સમાચાર છે. સોનમ કપૂરે આજે તેના સોશિયલ મીડિયા (Social Media) એકાઉન્ટ પર તસવીરો શેર કરી જણાવ્યું છે કે, તે પ્રેગન્ટ છે. તેણે પોતાની બેબી બમ્પની તસવીરો શેર કરી છે. વર્ષ 2018માં સોનમે બિઝનેસમેન આનંદ આહુજા સાથે લગ્ન કર્યા હતા. આ સંજોગોમાં ચાર વર્ષ બાદ આ કપલનું ધર કિલ્કારીઓથી ગૂંજી (Sonam kapoor pregnant) ઉઠશે.
સોનમ કપૂરે આ ખુશી શેર કરી કહ્યું: સોનમ કપૂર આ તસવીરોમાં પતિ આનંદ આહુજા સાથે જોવા મળી રહ્યી છે. સોનમ કપૂરે બ્લેક મેટરનિટી મોનોકિની પહેરીને ફોટો સેશન કર્યું છે. આ સુંદર તસવીરો શેર કરતાં અભિનેત્રી સોનમે લખ્યું છે, "અમે તમારો ઉછેર શ્રેષ્ઠ રીતે કરવાનો પ્રયત્ન કરીશું.. બે દિલ... જે તમારી સાથે, દરેક કદમ એક સુરમાં ધબકશે, એક પરિવાર...જે તમારા પર ઘણો પ્રેમ વરસાવશે અને કાયમ તમારી સાથે રહેશે..હવે તમારું સ્વાગત કરવા માટે રાહ નથી જોવાતી".
કરીનાએ કહ્યું: હવે સોનમ કપૂરના ચાહકો શુભકામનાઓ આપી રહ્યાં છે. સાથે જ બોલિવૂડ સેલેબ્સના ફેન્સ પણ અભિનેત્રીને શુભેચ્છાઓ આપી રહ્યા છે. કરીના કપૂરે લખ્યું, 'તમારા બન્ને માટે ખૂબ જ ખુશ...બાળકો સાથે રમવા માટે રાહ નથી જોઈ શકતી.
જ્હાન્વી કપૂરની ખુશીનુ તો કોઇ ઠેકાણુ રહ્યું નથી: આ ખુશખબર સાંભળીને જ્હાન્વી કપૂરની ખુશીનો કોઈ ઠેકાણું નથી. શુભકામનાઓ આપતા, જાહ્નવીએ તેની મોટી બહેન સોનમ કપૂર માટે કોમેન્ટ કરી અને લખ્યું, 'ઓહ માય ગોડ...એ સાથે ઘણા બધા રેડ હાર્ટ ઇમોજી પણ ઉમેર્યા છે. આ સિવાય કરિશ્મા કપૂર, દિયા મિર્ઝા, ભૂમિ પેડનેકર, શનાયા કપૂર, રવિના ટંડન, અનન્યા પાંડે અને ફિલ્મ નિર્માતા એકતા કપૂરે પણ કપલને શુભેચ્છા પાઠવી છે.