ETV Bharat / sitara

વંચિતોની સંભાળ રાખવી એ આપણી ફરજ છેઃ સોનાક્ષી સિન્હા - sonakshi sinha art auction

સોનાક્ષી સિન્હા કોરોના વાઈરસ અને લોકડાઉન દરમિયાન પોતાના પ્રિયજનો સાથે ઘરે રહેવાને ખુશનસીબી માને છે. સોનાક્ષીએ જણાવ્યું કે, રોગચાળા દરમિયાન મૂળભૂત જરૂરિયાતોથી વંચિત રહીને વાસ્તવિક પડકારોનો સામનો કરી રહેલા લોકોની સંભાળ લેવી એ આપણી ફરજ છે.

Sonakshi Sinha
સોનાક્ષી સિન્હા
author img

By

Published : May 19, 2020, 9:18 AM IST

મુંબઇ: સોનાક્ષી સિન્હા કામ પર જવાનું અને મિત્રોને મીસ કરી રહી છે. સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે, આપણે કોરોના વાઈરસને ફેલાતો રોકી શકીએ છીએ, તો લોકડાઉનમાં ઘરે બેસી રહેવામાં વાંધો નથી. અભિનેત્રી કોરોના વાઈરસ અને લોકડાઉન દરમિયાન પોતાના પ્રિયજનો સાથે ઘરે રહેવામાં પોતાને ભાગ્યશાળી અનુભવે છે.

સોનાક્ષી સિન્હાએ જણાવ્યું કે, હું મારા મિત્રોને યાદ કરું છું, લોકડાઉનથી આપણે કોરોના વાઈરસનો ફેલાવો રોકી શકીએ છીએ, તો ધરે રહેવામાં કોઈને આપતિ ન હોવી જોઈએ.

લોકડાઉન દરમિયાન તેના માટે સૌથી પડકારજનક બાબતે પૂછતાં સોનાક્ષીએ કહ્યું કે, કંઈ નહીં. આ મારા પ્રિયજનો સાથે ઘરમાં રહેવાનું સૌભાગ્ય છે. જ્યારે તમે આસપાસ નજર કરો અને એવા લોકો જોશો કે જેઓ તેમના ઘર, પરિવારોથી દૂર છે. પોતાના પરિવારને ખવડાવવા માટે સક્ષમ નથી... જે એક પડકાર છે. મારે તેનમી મદદ કરવા માટે શુ કરવું જોઈએ એ બાબતે મારૂ સતત ધ્યાન જઈ રહ્યું છે.

દબંગ અભિનેત્રી સમજે છે કે, આપણે બધા સાથે મળીને શ્રેષ્ઠ માટે પ્રર્થના કરવી જોઈએ. લોકડાઉને ભલે સોનાક્ષીને કામથી દૂર રાખી હોય, પરંતુ કલા સાથે ફરીથી જોડાવાની તક પણ આપી છે. દબંગ સ્ટારે સારા હેતુ માટે તેના આર્ટની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.

આ બાબતે દબંગ રજ્જોએ જણાવ્યું હતું કે, લોકડાઉન દરમિયાન હું મારી કલા સાથે જોડાઈ અને મોટા પાયે લોકોને મદદ કરવા માંગુ છું. હું મારી કલાથી ભંડોળ ઉભું કરીશ.

સોનાક્ષીએ ભંડોળ ઉભું કરવા માટે તેની આર્ટવર્કની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે, જેનાથી રોજિંદા વેતન કામદારોને રાશન કીટ આપવામાં મદદ કરશે. આર્ટવર્કમાં અભિનેત્રી દ્વારા બનાવવામાં આવેલા ડિજિટલ પ્રિન્ટ્સ, સ્કેચ અને વિશાળ કેનવાસ પેઈન્ટિંગ્સનો સમાવેશ થાય છે. આ પહેલ માટે સોનાક્ષી સિન્હાએ અભિનેતા અર્જુન કપૂરની બહેન અંશુલા કપૂરના ઓનલાઈન ભંડોળ ઉભું કરવાના પ્લેટફોર્મ ફેંકિંડ સાથે સહયોગ કર્યો છે.

અભિનેતામાંથી રાજકારણી બનેલા શત્રુઘ્ન સિન્હા અને પૂનમ સિન્હાની પુત્રી સોનાક્ષી કોરોના વાઈરસના ફાટી નીકળવાની વચ્ચેની ફ્રન્ટલાઈન કામદારોને મદદ કરવા માટે આનંદ અનુભવે છે.

સોનાક્ષી સિન્હાએ જણાવ્યું હતું કે, આપણે સપનામાં પણ ક્યારેય વિચાર્યું ન હતું કે, આપણે ક્યારેય આવી સ્થિતિમાં હોઈશું. અને મને લાગે છે કે, જો આપણા માથા પર છત છે, આપણી પાસે ભોજન છે તો પોતાની જાતને સુરક્ષિત રાખવામાં સક્ષમ છીએ તો આપણે કિસ્મતવાળા છીએ. જેઓ આપણા જેટલા ભાગ્યશાળી નથી તેમની સંભાળ લેવી એ આપણી ફરજ છે.

સોનાક્ષી સિન્હાના કામની વાત કરીએ તો ટૂંક સમયમાં ભુજ: પ્રાઈડ ઓફ ઈન્ડિયામાં જોવા મળશે. આ ફિલ્મમાં અજય દેવગણ, સંજય દત્ત, શરદ કેલકર, અમ્મી વિર્ક અને પ્રણીતા સુભાષ તેની સાથે જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.