મુંબઇઃ બૉલિવૂડની ફેમસ સિંગર કનિકા કપૂરને છેલ્લા ઘણા દિવસોથી કોરોનાગ્રસ્ત હતી. જે બાદ તેના સતત ટેસ્ટ થઇ રહ્યા હતા. પહેલા ચાર ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. શનિવારે થયેલો પાંચમો ટેસ્ટ નેગેટિવ આવ્યો હતો. હવે માહિતી મળી રહી છે કે, તેનો છઠ્ઠો ટેસ્ટ પણ નેગેટિવ આવ્યો છે અને તેને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવી છે.
તેના પાંચમાં ટેસ્ટના રિપોર્ટ બાદ લખનઉ સ્થિત સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટીટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના નિર્દેશક પ્રોફેસર આર.કે ધીમાને કહ્યું કે, 'તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, પરંતુ તેને ઘરે જવાની અનુમતિ આપવામાં આવે તે પહેલા તેનો વધુ એક ટેસ્ટ કરવામાં આવશે.'
હવે બીજીવાર પણ રિપોર્ટ નેગેટિવ આવ્યા પર SGPGIS પ્રો. કુસુમ યાદવે કહ્યું કે, કનિકા કપૂરને ઘરે જવાની અનુમતિ આપવામાં આવી છે.
જો કે, બૉલિવૂડ સિંગરને 14 દિવસ સુધી પોતાના ઘરમાં ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. તેનો અર્થ છે કે, આ સમયમાં તે કોઇને મળી શકશે નહીં.