- ભૂમિ પેંડણેકર અને રાજકુમાર રાવની જોડી પહેલી વાર રૂપેરી પડદે જોવા મળશે
- બધાઈ દો ફિલ્મની કાસ્ટ અને ક્રૂએ ઉજવણી સાથે ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું હતું
- ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું છે
મુંબઈઃ જંગલી પિક્ચર્સની 'બધાઈ દો'નું શૂટિંગ પૂર્ણ થયું છે. ફિલ્મનું શૂટિંગ જાન્યુઆરીથી શરૂ થયું હતું, જેમાં રાજકુમાર રાવ અને ભૂમિ પેંડણેકર નજરે પડશે. બંને મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મમાં ભૂમિ એક પીટી ટીચર અને રાજકુમાર એક પોલીસ અધિકારીની ભૂમિકા ભજવી રહ્યા છે.
આ પણ વાંચોઃ બુલેટ ચલાવી ડબિંગ સ્ટુડિયો પહોંચ્યો કાર્તિક, વિકી જીમની બહાર દેખાયો- જુઓ વિડિયો
ફિલ્મનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણીએ કર્યું છે
જોકે, ફિલ્મનું શૂટિંગ પૂર્ણ થતા ફિલ્મના કાસ્ટ અને ક્રૂએ ઉજવણી કરી હતી. સૌથી મહત્ત્વની વાત એ છે કે, આ ફિલ્મે આવા કપરા કાળમાં પણ કોઈ પણ અડચણ વગર સફળતાપૂર્વક ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યું છે. ફિલ્મનું મોટા ભાગનું શૂટિંગ ઉત્તરાખંડમાં કરવામાં આવ્યું હતું. આ ફિલ્મ નેશનલ એવોર્ડ વિનિંગ ફ્રેન્ચાઈઝી 'બધાઈ દો'નો એક અન્ય હિસ્સો છે. જંગલી પિક્ચર્સની આ ફિલ્મનું નિર્દેશન હર્ષવર્ધન કુલકર્ણી કરી રહ્યા છે. જ્યારે આ ફિલ્મ અક્ષત ઘિલ્ડીયાલ અને સુમન અધિકારી દ્વારા લખવામાં આવી છે.
આ પણ વાંચોઃ અક્ષય કુમારે રામસેતુ ફિલ્મની કાસ્ટ સાથે વાંચી સ્ક્રિપ્ટ, કહ્યું: 'હવે વધારે રાહ નહિ જોઈ શકાય'