ETV Bharat / sitara

બૉલીવુડ પર NCBનો સકંજો, અભિનેત્રી દીપિકા-સારા અલી ખાન ગોવાથી મુંબઈ પહોંચશે - દીપિકા પાદુકોણની પૂછપરછ

ડ્રગ્સ મામલે નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરોએ (NCB) બૉલીવુડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહને પૂછપરછ માટે સમન પાઠવ્યું છે.

NCB
નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરો
author img

By

Published : Sep 24, 2020, 8:05 PM IST

મુંબઈ: બૉલીવુડ એક્ટર સુશાંતસિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં ડ્રગ્સ એંગલથી તપાસ કરતા એક બાદ એક મોટા નામ સામે આવી રહ્યા છે. ડ્રગ્સ મામલે NCBએ બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ, સારા અલી ખાન, શ્રદ્ધા કપૂર અને રકુલપ્રીત સિંહને પૂછપરછ માટે સમન પાઠવ્યું છે. દીપિકા અને સારા અલી ખાન ગોવામાં હતા. હાલ જાણકારી અનુસાર તે બંન્ને મુંબઈ માટે રવાના થઇ છે. સારા તેમની માતા અમૃતા સિંહ અને ઇબ્રાહિમ અલી ખાન સાથે ગોવા એરપોર્ટ પર જોવા મળી હતી.

દીપિકા પાદુકોણ પણ ગોવાથી રવાના થઇ છે. મળતી માહિતી અનુસાર દીપિકા રાત્રીના 9 વાગ્યાની આસપાસ મુંબઇ માટે રવાના થશે. એક ચાર્ટડ પ્લેન થોડા સમય પહેલા જ ગોવા એરપોર્ટ પર લેન્ડ થયું છે. ગોવા એરપોર્ટ પર કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. દીપિકા રણવીરની સાછે મુંબઇ પહોંચશે. હાલ તેમના ઘરની બહાર પણ સુરક્ષામાં વધારો કરાયો છે.

તમને જણાવી દઇએ કે, સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ ‘કેદારનાથ’માં સુશાંત સિંહ રાજપૂતની કૉ-સ્ટાર હતી. રિયાના જણાવ્યા અનુસાર ફિલ્મના શૂંટિંગ દરમિયાન સુશાંતને ડ્રગ્સની લત લાગી હતી. સુશાંતની ટેલેન્ટ મેનેજર જયા સાહાની વ્હોટ્સએપ ચેટમાંથી દીપિકા અને શ્રદ્ધા કપૂરનું નામ સામે આવ્યું છે. રિયાની વ્હોટ્સએપ ચેટમાં તેમના દ્વારા સુશાંત માટે ડ્રગ્સની વ્યવસ્થા કરવાની વાત કરવામાં આવી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.