ETV Bharat / sitara

‘સડક-2’ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 28 ઑગસ્ટે રિલીઝ થશે - આદિત્ય રોય કપૂર સડક-2

આલિયા ભટ્ટની ફિલ્મ 'સડક 2'ની આતુરતાથી રાહ જોઇ રહેલા ચાહકો માટે ખુશખબર છે. આ ફિલ્મના નવા પોસ્ટર સાથે તેની રિલીઝ ડેટ પણ જાહેર થઇ ગઇ છે. જેની માહિતી આલિયા ભટ્ટે તેના સોશીયલ મીડિયા દ્વારા આપી હતી.

સડક-2 ડિઝની પ્લસ હોટસ્ટાર પર 28 ઑગસ્ટે રિલીઝ થશે

author img

By

Published : Aug 6, 2020, 10:43 PM IST

મુંબઇ: આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર, સંજય દત્ત અને પૂજા ભટ્ટની ફિલ્મ 'સડક-2' લાંબા સમયથી ચર્ચામાં છે. ગુરુવારે આ ફિલ્મનું નવું પોસ્ટર અને રિલીઝ ડેટ જાહેર કરવામાં આવી હતી. આ ફિલ્મ 28 ઑગસ્ટના રોજ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થશે.

ફિલ્મના તમામ કલાકારોએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મનું પોસ્ટર શેર કર્યું હતું. આ પોસ્ટરમાં આલિયા ભટ્ટ, આદિત્ય રોય કપૂર સંજય દત્ત સાથે ગિટાર અને બેગ લઈને જતા જોવા મળી રહ્યા છે.

'સડક 2' પહેલા 10 જુલાઇએ રીલિઝ થવાની હતી. પરંતુ કોરોના વાઇરસના સંક્રમણને પગલે તેમજ લોકડાઉન લાગુ થવાને લીધે સિનેમાઘરોમાં રીલિઝ થઇ શકી નહી. આ ફિલ્મના ફર્સ્ટ લુકમાં કેદારનાથ પર્વત દેખાડવા બદલ મહેશ ભટ્ટની ટીકા પણ થઈ હતી.

આ અંગે મહેશ ભટ્ટે જણાવ્યું કે," જે રીતે કોરોના કેસ દેશમાં વધી રહ્યા છે, મને એવી કોઈ આશા નથી કે આવનારા સમયમાં થીયેટરો ખુલશે. અત્યારના સમયમાં જિંદગી વધુ મહત્વની છે. હું ડિજિટલ પ્લેટફોર્મ પર આવવા મજબૂર છું કારણકે આ જ એક વિકલ્પ બચ્યો છે. આ જ સરળ ઉપાય છે."

આ ફિલ્મ વર્ષ 1991માં આવેલી ફિલ્મ 'સડક'ની સિક્વલ છે, જેના દ્વારા 21 વર્ષ બાદ મહેશ ભટ્ટ નિર્દેશક તરીકે કમબેક કરી રહ્યા છે. 'સડક 2' ની વાર્તા પણ તેમણે જ લખી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.