મુંબઈ: કોરોના વાઇરસના કારણે હવે ઘણી શાનદાર ફિલ્મો ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ રહી છે. હાલમાં જ આયુષ્માન ખુરાના અને અમિતાભ બચ્ચનની ફિલ્મ 'ગુલાબો સિતાબો' પણ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ છે. તો હવે, આલિયા ભટ્ટની આગામી ફિલ્મ 'સડક 2' પણ ટૂંક સમયમાં ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
ફિલ્મના નિર્માતા મુકેશ ભટ્ટે આ માહિતી આપી હતી. આ ફિલ્મ પ્રથમ 10 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થવાની હતી, પરંતુ કોવિડ -19 મહામારીના કારણે બંધ થિયેટરો શરૂ થવા અંગેની અનિશ્ચિતતાને જોતાં, હવે ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
મુકેશ ભટ્ટે કહ્યું કે, “કોવિડ -19 કેસની સંખ્યા ઘટવાના બદલે દિવસેને દિવસે વધી રહી છે. આ પરિસ્થિતિમાં તમને લાગે છે કે થિયેટરો ખુલશે? અને જો ખોલવામાં આવે તો પણ લોકો ફિલ્મ જોવા થિયેટરોમાં જશે? લોકોને તેમના પરિવારની સલામતીની ચિંતા છે. આવી સ્થિતીમાં લોકોનું જીવન મહત્વપૂર્ણ છે. ''
તેમણે કહ્યું, "હું આ ફિલ્મને OTT પર રિલીઝ કરવા મજબુર છું ,કારણ કે મને ભવિષ્યમાં થયેટરો ખુલવાની કોઈ આશા દેખાતી નથી." અુમક વખત તમારી ઇચ્છા વગર પણ કામ કરવું પડે છે. મારી પાસે બીજો કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. ''
'સડક 2' 1991 માં આવેલી 'સડક' ની સિક્વલ છે. આ ફિલ્મ તે સમયની સુપરહિટ ફિલ્મ્સમાંથી એક છે. પૂજા ભટ્ટ અને સંજય દત્તે આ ફિલ્મમાં મુખ્ય પાત્રો ભજવ્યાં હતાં.