ટીઝરની શરૂઆતમાં પહેલા શ્રદ્ધાની એન્ટ્રી થાય છે, જે ખુબ જ સુંદર અંદાજમાં જોવા મળી રહી છે. ત્યાર બાદ પ્રભાસ અને શ્રદ્ધાનો રોમાન્સ, તો તુરંત તે રોમેન્ટિક ક્ષણ પુરી થતાં જ તાબડતોડ એક્શન સીન્સ જોવા મળે છે. જેમાં પ્રભાસ દમદાર લુકમાં ક્યારેક બાઈક સાથે તો ક્યારેક કાર સાથે સ્ટંટ સીન્સ કરતા જોવા મળી રહ્યાં છે. આ સાથે શ્રદ્ધા પણ એક્શન સીનમાં નજરે પડી રહી છે. બંને ધડાધડ ગોળીઓને વરસાદ કરતા એકસાથે ફાઈટ કરતા દેખાઈ રહ્યા છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ટીઝરમાં પ્રભાસ અને શ્રદ્ધા સાથે જેકી શ્રોફ, નીલ નિતિન મુકેશ અને ચંકી પાંડે પણ જોવા મળે છે. આ ફિલ્મ 15 ઓગસ્ટના રોજ રિલીઝ કરવામાં આવશે. આ સાથે જો પોસ્ટરની વાત કરીએ તો પોસ્ટરમાં પ્રભાસ બાઈક પર બેસી એક્શન અવતારમાં જોવા નજરે પડે છે. સોશિયલ મીડિયામાં પ્રભાસે પોસ્ટર શેર કરતા લખ્યું છે કે, 'એક દીન ઓર, ક્યા આપ સાહો કી દુનિયામે સવારી કરને કે લિએ તૈયાર હૈ? '