- સુશાંત સિંહ રાજપૂત કેસ પર બનશે ફિલ્મ
- રામગોપલ વર્મા આ વિષય પર ફિલ્મ બનાવવાની તૈયારીમાં
- ફિલ્મના વિષય પર હજી ચાલી રહી છે વિચારણા
હૈદરાબાદ : ફિલ્મમેકર રામ ગોપાલ વર્મા સુશાંત સિંહ રાજપૂત મૃત્યુ કેસ વાસ્તવિક ઘટના પર ફિલ્મ બનાવવાનો પ્લાન કરી રહ્યાં છે. સુશાંતના મૃત્યુના તુરંત બાદ જ ઘણા ફિલ્મ મેકર્સને અભિનેતાના જીવન પર ફિલ્મ બનાવાનું વિચારી રહ્યાં હતાં. એક તરફ પરીવાર આ કેસમાં ન્યાય માંગી ન્યાય માટે રાહ જોઇ રહ્યા છે તો ફિલ્મમેકર સનોદ મિશ્રા, નિખીલ આનંદ અને શ્રૃતિ મોદીના વકીલની પત્ની તમામને આ વિષય પર ફિલ્મ બનાવવામાં રસ હતો.
વધુ વાંચો: સુશાંતની બહેનોએ રિયાની FIR સામે હાઈકોર્ટમાં અરજી કરી
ઘટનાના છે ઘણા બધા એન્ગલ
રિપોર્ટ અનુસાર રામ ગોપાલ વર્મા સુશાંત સિંહ કેસ પર ફિલ્મ બનાવવા ઉત્સુખ છે. પોતાના એક ઇન્ટરવ્યૂમાં ફિલ્મમેકરને પૂછવામાં આવ્યું હતું કે આ કેસમાં ઘણા બધા એન્ગલ્સ છે જેમકે ડ્રગ કેસ ટ્રાયલ, પોલિટિક્સનો પાવરપ્લે, ફિલ્મઇન્ડસ્ટ્રીમાં ચાલતા વંશવાદ આમાંથી કયા મુદ્દે તેઓ ફિલ્મ બનાવવા ઇચ્છી રહ્યાં છે તો જવાબ આપતા ફિલ્મમેકરે જણાવ્યું હતું કે આ મુદ્દાઓ હોઇ શકે અથવા ન પણ હોઇ શકે. આ કિસ્સામાં ઘણા એન્ગલ છે તેમાંથી પસંદ કરીને ફિલ્મ બનાવી શકાય.
વધુ વાંચો: 'કાઇ પો છે' ફિલ્મની 8મી વર્ષગાંઠે ડાયરેક્ટર અભિષેક કપૂરે સુશાંત સિંહને કર્યા યાદ
સુશાંતની મૃત્યુ અંગે હજી ચાલી રહી છે તપાસ
જૂન મહિનામાં 34 વર્ષનો અભિનેતા તેના બાંદ્રા સ્થિત ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો બાદમાં સેન્ટર બ્યૂરો ઑફ ઇન્વેસ્ટિગેશનને આ અંગેનો કેસ સોંપવામાં આવ્યો હતો. જે અંગે હજી પણ તપાસ ચાલી રહી છે.