મુંબઇ: અભિનેતા રણવીર શૌરી તેની આગામી ફિલ્મ 'લૂટકેસ' વિશે વાત કરતાં જણાવે છે કે કોમેડી સાથે તેનો ખાસ સંબંધ છે. કારણકે આ જ શૈલી દ્વારા બોલિવૂડમાં તેને સફળતા મળી હતી. કોમેડી એક એવી વસ્તુ છે જેના માટે તેને ખાસ પ્રયત્નો કરવા પડતા નથી, તે કુદરતી જ તેના અભિનયમાં ઝળકે છે.
રણવીરે જણાવ્યુ હતું કે, "એવું નથી કે હું ફક્ત કોમેડી સ્ક્રિપ્ટ ને જ પ્રાધાન્ય આપુ છું, પરંતુ અન્ય ભૂમિકાઓ કરતા કોમેડી ભૂમિકાઓ ભજવવી માટે સરળ વાત છે. ઉપરાંત નિર્દેશક કોણ છે, મારી ભૂમિકા કેટલી લાંબી છે તે પણ અગત્યનું છે."
ઉલ્લેખનીય છે કે રણવીરે તેની બોલિવૂડ કારકિર્દીની શરૂઆત 2002માં આવેલી મનીષા કોઈરાલા સ્ટારર 'એક છોટી સી લવસ્ટોરી ' સાથે કરી હતી જેમાં તેણે મ્યુઝિક ચેનલના વીજેનું પાત્ર ભજવ્યું હતું. આ પહેલા તે અનેક ટેલિવિઝન કાર્યક્રમોમાં સ્ટેન્ડ અપ કોમેડી પણ કરી ચુક્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
તેને સફળતા 2006માં આવેલી ફિલ્મ 'ખોસલા કા ઘોસલા' માં મળી.
હવે રણવીર ફિલ્મ 'લૂટકેસ'માં કુણાલ ખેમુ, ગજરાજ રાવ, રસિકા દુગ્ગલ અને વિજય રાઝ સાથે દેખાશે.