મુંબઈઃ બોલિવૂડ એક્ટર રણવીર સિંહની બહુપ્રતિક્ષિત ફિલ્મ '83'એ રિલીઝના પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 24.43 કરોડ રૂપિયાની (film '83' grossed Rs 24.43 crore at the box office) કમાણી કરી છે. કબીર ખાન દ્વારા દિગ્દર્શિત આ સ્પોર્ટ્સ ડ્રામા ફિલ્મ (Sports drama film) કપિલ દેવની કપ્તાની હેઠળ 1983ના ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતની જીત પર આધારિત છે, જેમાં ભારતે ફાઈનલ મેચમાં વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. આ ફિલ્મમાં એક્ટર રણવીર સિંહે કપિલ દેવનું પાત્ર ભજવ્યું હતું.
'83' ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કરાયું
આ ફિલ્મનું નિર્માણ રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ અને ફેન્ટમ ફિલ્મ્સ દ્વારા કરવામાં આવ્યું છે. કોવિડ-19 કારણે ફિલ્મની રિલીઝ ઘણી વખત મોકૂફ રાખવામાં આવી હતી. આ પછી ફિલ્મ આખરે 24 ડિસેમ્બર શુક્રવારે હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમમાં સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. વિવેચકોએ પણ '83'ના વખાણ કર્યા છે.
વિદેશમાં રિલીઝ થકી રૂપીયા 11.79 કરોડની કરી કમાણી
રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટના જણાવ્યા અનુસાર, '83' એ વિવિધ ભાષાઓમાં રિલીઝ થકી રૂપીયા 12.64 કરોડની કમાણી કરી હતી, જ્યારે વિદેશમાં રિલીઝ થકી રૂપીયા 11.79 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ
ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ ઉપરાંત પંકજ ત્રિપાઠી, તાહિર રાજ ભસીન, જીવા, સાકિબ સલીમ, જતીન સરના, ચિરાગ પાટીલ, દિનકર શર્મા, નિશાંત દહિયા, હાર્ડી સંધુ, સાહિલ ખટ્ટર, એમી વિર્ક, આદિનાથ કોઠારે, ધૈર્ય કર્વા અને આર બદ્રી પણ મહત્વના રોલમાં છે.
આ પણ વાંચો: Sunil Shetty Reaction:રણવીર સિંહની આગામી ફિલ્મ '83' પર સુનીલ શેટ્ટીની પ્રતિક્રિયા, જાણો તેને શું કહ્યું
આ પણ વાંચો: ફિલ્મ '83'ની ડિજિટલ રિલીઝ માત્ર અફવા, રિલાયન્સ એન્ટરટેનમેન્ટ કરી સ્પષ્ટતા