ન્યૂઝ ડેસ્ક: બોલિવૂડ અભિનેત્રી આલિયા ભટ્ટની ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી' (Gangaubai Kathiyavdi) સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થઈ હતી. ફિલ્મ પર ક્રિટીક્સ અને દર્શકોનો પ્રતિસાદ સારો છે, જ્યારે આલિયા ભટ્ટને પૂછવામાં આવ્યું કે, આ ફિલ્મ પર રણબીર કપૂરની પ્રતિક્રિયા શું (Ranbeer Kapoor Reaction Gangaubai Kathiyavdi) છે. તો આ અંગેના સવાલના જવાબમાં આલિયા ભટ્ટે ખૂબ જ રમુજી વાત કહી છે. જાણો આ વીડિયોમાં...શું કહ્યું તે વિશે...
આ પણ વાંચો: Kangna Ranaut lock up show copy case: કંગના રનૌતના શો 'લોકઅપ'ને લઇને થયો ઘટસ્ફોટ, કોર્ટે કર્યું ફરમાન જારી
આલિયા ખુલ્લેઆમ કરી રહી છે,ફિલ્મનું પ્રમોશન
તમને જણાવી દઈએ કે, આલિયા ભટ્ટ હાલમાં મુંબઈમાં તેની તાજેતરમાં રિલીઝ થયેલી ફિલ્મ 'ગંગૂબાઈ કાઠિયાવાડી'નું પ્રમોશન(Gangaubai Kathiyavdi Promotion) કરી રહી છે. તે ખુલ્લેઆમ તેના ચાહકોની વચ્ચે જઈ રહી છે. આલિયા મુંબઈની સડકો પર ઓપન બસમાં ફિલ્મનું પ્રમોશન કરતી જોવા મળી હતી.
મીડિયાએ લગાવી અટકળો
તમને જણાવી દઈએ કે, રણબીર અને આલિયા ઘણા સમયથી ચર્ચામાં છે અને ગયા વર્ષથી કપલના લગ્નના સમાચારોએ જોર પકડ્યું છે. એવી વાત ચર્ચામાં હતી કે, કોવિડ-19ના કારણે રણબીર અને આલિયા ગયા વર્ષે લગ્ન કરી શક્યા ન હતા. હવે મીડિયામાં એવી અટકળો લગાવી રહી છે કે, આ વર્ષે આ કપલ લગ્નના બંધનમાં બંધાશે. સાથે જ મુંબઈમાં એક કપલનું ઘર બની રહ્યું છે, ત્યારબાદ કપલ લગ્ન કરીને તેમાં એન્ટ્રી કરશે.