મુંબઇ: બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવ સ્ટારર ફિલ્મ 'ઓમેર્ટા' સિનેમાઘરો પછી ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થશે.
હંસલ મહેતા નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ 25 જુલાઈથી ઝી5 પર આવશે. આ જાહેરાત આજે એટલે કે બુધવારે કરવામાં આવી હતી.
આ ફિલ્મ બ્રિટિશ જન્મેલા પાકિસ્તાની આતંકવાદી ઓમર શાહિદ શેખ પર આધારિત છે. આમાં રાજકુમાર રાવે આતંકવાદી ઓમરનું પાત્ર ભજવ્યું હતું.
આ ભૂમિકા અંગે રાજકુમારે એક નિવેદનમાં કહ્યું કે, આ મારું એક સૌથી પડકારજનક પાત્ર છે. આ આપણા સમયના સૌથી ખૂંખાર આતંકવાદીની વાર્તા છે. હંસલ મહેતાએ મને આ ભૂમિકા માટે મારી મર્યાદાથી દૂર કરી દીધો. મને ખુશી છે કે ઝી5 આ ફિલ્મનું ડિજિટલ રીતે પ્રીમિયર કરશે.
તમને જણાવી દઈએ કે, 'ઓમેર્ટા'એ તેનું વર્લ્ડ પ્રીમિયર 2017 માં ટોરંટો ફિલ્મ ફેસ્ટિવલમાં કર્યું હતું. આ સિવાય ઘણાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ઉત્સવોમાં આ ફિલ્મ બતાવવામાં આવી છે.
ભારતની વાત કરીએ તો, અહીં આ ફિલ્મ 4 મે 2018 ના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી.
આ પહેલા પણ હંસલા મહેતા અને રાજકુમાર રાવની જોડીએ શાહિદ, સિટી લાઈટ્સ, અલીગઢ જેવી ઉત્તમ ફિલ્મો આપી છે.
વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાજકુમાર પાસે હાલમાં હાર્દિક મહેતાની 'રૂહી અફઝના', અનુરાગ બાસુની 'લુડો' અને હંસલ મહેતાની 'છલાંગ' જેવી ફિલ્મો છે.