ચંદીગઢ: લોકપ્રિય પંજાબી સિંગર અને અભિનેતા ગુરનામ ભુલ્લરને તેના વીડિયો ડિરેક્ટર ખુશપાલ સિંહની સાથે પંજાબ પોલીસે કોવિડ -19 સંબંધિત માર્ગદર્શિકાના ઉલ્લંઘનમાં વીડિયો આલ્બમ શૂટ કરવા બદલ ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, ભુલ્લરે શનિવારે એક સિનેમા મોલમાં તેની ટીમ સાથે મંજૂરી વિના ગીતનું શૂટ કરવા પહોંચ્યા હતા. આ બાતમી મળતાની સાથે જ SHO કરણવીરસિંહ સંધુ, પોલીસ સ્ટેશન, જનસુઆ ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર નિશાનસિંહ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તેમના શૂટિંગના સાધનો પણ કબજે કર્યા હતા.
પોલીસે જણાવ્યું કે, પટિયાલા નજીક રાજપુરા શહેરમાં એક મોલમાં દરોડા પાડતા, ખબર પડી કે, શૂટિંગ વગર મંજૂરીએ ચાલે છે અને હેલ્થ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી.
પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, મોલના માલિક, ગુરનામ ભુલ્લર, વીડિયો ડાયરેક્ટર ખુશપાલ સિંહ અને અન્ય 41 લોકો સામે ભારતીય દંડ સંહિતા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અને મહામારી અધિનિયમની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. એસ.પી રાજપુરા આકાશદીપસિંહ ઔલખે કેસ નોંધવાની પુષ્ટિ કરી છે.