હૈદરાબાદ: ફિલ્મ નિર્માતા રામ ગોપાલ વર્માએ તેલુગુ સુપરસ્ટાર પવન કલ્યાણને તેની નવી ફિલ્મમાં ખોટી રીતે બતાવી, જેનાથી તેના ફેંસ ગુસ્સે થયા હતા. ગુસ્સો વ્યક્ત કરવા પવનના ફેંસએ શહેરમાં વર્માની ઓફિસ પર હુમલો કર્યો હતો.
રિપોર્ટ મુજબ, આ લોકોએ વર્માની ઓફિસના બારીના કાચ પર પથ્થરમારો કર્યો અને તેને તોડી નાખ્યા હતા. આ નારાજગી વર્માની પેરોડી ફિલ્મ 'પાવર સ્ટાર' ને કારણે છે. કહેવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ પવન કલ્યાણના જીવન અને તેની નિષ્ફળ રાજકીય કારકિર્દી પર આધારિત છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
ફિલ્મની જાહેરાત થયા બાદથી જ રામ ગોપાલ વર્માને અભિનેતાના ફેંસ દ્વારા સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયાઓનો સામનો કરવો પડ્યો હતો. આ ફિલ્મ તેમની સત્તાવાર વેબસાઇટ આરજીવી વર્લ્ડ પર રજૂ કરવામાં આવશે.
હુમલા બાદ ફિલ્મ નિર્માતાએ શહેરના જ્યુબિલી હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. રિપોર્ટ અનુસાર આ હુમલા સાથે સંકળાયેલા છ લોકોની અટકાયત કરવામાં આવી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
રામ ગોપાલ વર્માએ કહ્યું, "આ લોકશાહી દેશ છે અને મને ફિલ્મો બનાવવાનો અધિકાર છે. હું વારંવાર કહું છું કે, આ એક કાલ્પનિક ફિલ્મ છે અને તે કોઈની સાથે સંબંધિત નથી, પરંતુ લોકો સમજી રહ્યા નથી. મારા પ્લેટફોર્મ પર ફિલ્મ રિલીઝ કરવામાં કોઈ મને રોકી શકે નહીં."