આગામી ક્રાઈમ-થ્રિલર ફિલ્મ 'ટોની'નું પોસ્ટર મહિનાની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવ્યું હતું. પોસ્ટરમાં પવિત્ર ક્રોસનો ફોટો બતાવવામાં આવ્યો છે. જેમાં કપાયેલા હાથને સાંકળથી બાંધવામાં આવી છે.
આ પોસ્ટર સાથે મુંબઈના વકીલ હરીશ્ચંદ્ર સોમેશ્વરે દિગ્દર્શકને નોટિસ મોકલી હતી. વકીલે દાવો કર્યો છે કે, ફિલ્મના પોસ્ટરથી ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચે છે.
આ સંદર્ભમાં ડિરેક્ટરે મંગળવારે પ્રેસ મિટીંગ બોલાવીને મીડિયાને કહ્યું, 'મેં ટોની નામની ફિલ્મ બનાવી છે, જે 29 નવેમ્બરના રોજ રિલીઝ થઈ રહી છે. તેમાં અદભૂત વાર્તા દર્શાવવામાં આવી છે.
કાયદાકીય નોટિસના સંદર્ભમાં, વિપુલે કહ્યું કે, 'તાજેતરમાં મારી ફિલ્મનું પોસ્ટર બહાર પાડવામાં આવ્યું છે. બોમ્બેના વકીલે મને કાયદાકીય નોટિસ મોકલી હતી, જેમાં કહ્યું હતું કે, તે કેથોલિક સમુદાય પ્રત્યેની લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડે છે. આમાં મજાની વાત એ છે કે, નોટિસ મોકલવા વાળા ખ્રિસ્તી પણ નથી, તે કોઇ મરાઠી માણસ છે જે સામે નથી આવી રહ્યો.
આ નોટિસ વિશે ડિરેક્ટર શું કરવા જઇ રહ્યા છે? તેના જવાબમાં વિપુલે કહ્યું કે, હવે હું ફિલ્મના પોસ્ટર અને ટ્રેલરને કેથોલિક પ્રિસ્ટ લઈ જઈશ અને તેમને પૂછશે કે, તેમાં તમને કંઈપણ ખોટું લાગે છે અને તે પછી આ નોટિસનો જવાબ આપીશ.