- બોલીવૂડ સેન્સેશન નોરા ફતેહીની ડાન્સ ધમાલ
- મલાઈકા અરોરા સાથે કર્યો જોરદાર ડાન્સ
- 'હાય ગર્મી' સોંગ પર બંનેએ કર્યો કમાલનો ડાન્સ
ન્યુઝ ડેસ્કઃ કેનેડિયન ડાન્સર મોડેલના કરોડો ફેન્સ છે. તેમણે તેમના ડાન્સ સ્ટેપથી કરોડો લોકોની ધડકન વધારી છે. હાલ અભિનેત્રી બોલીવુડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓના લિસ્ટમાં નામ ધરાવે છે. નોરા ફતેહીના ડાન્સ (Nora Fatehi Dance) જૂના હોય કે નવા તે સોશિયલ મીડિયામાં ધૂમ મચાવે છે. અભિનેત્રીએ એક ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખાસ પસંદ કરવામાં આવ્યો છે. વીડિયોમાં મલાઈકા અરોરા (Malaika Arora) સાથે ડાન્સ કરી રહી છે.
જુઓ ઈન્સટાગ્રામ પર નોરાનો વીડિયો...
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
હાય ગર્મી સોંગ પર કર્યો છે ડાન્સ
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં નોરા અને મલાઈકા અરોરા (Nora Fatehi with Malaika Arora) ના શાનદાર ડાન્સિંગ સ્ટેપ્સથી ફેન્સ દીવાના બનાવ્યા છે. ખરેખર આ ડાન્સ વીડિયો ખાનગી ચેનલના શો ‘ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નો છે. વીડિયોમાં નોરા અને મલાઈકા બન્ને સ્ટેજ પર ધમાકેદાર ડાન્સ પર્ફોમ કરતી જોવા મળી રહી છે. બન્ને અભિનેત્રીઓ ખૂબ જ લોકપ્રિય સોંગ ‘હાય ગર્મી’ પર શાનદાર ડાન્સ કરી રહ્યાં છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને કોઈ પણ કોમેન્ટ કરતાં પોતાની જાતને રોકી નહી શકે.
આ પણ વાંચોઃ કેનેડિયન નોરા ફતેહી ટ્રેડિશનલ લુકમાં દેખાઈ રહી છે આકર્ષક
હાલમાં અહીં વ્યસ્ત છે નોરા
આગામી સમયમાં નોરા અજય દેવગન (Ajay Devgan) અને સોનાક્ષી સિન્હા (Sonakshi sinha) ની ફિલ્મ ‘ભૂજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા’ (Bhuj: The Pride Of India)માં જોવા મળશે. મલાઈકા અરોરા હાલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝથી ભલે દૂર હોય પણ તો અનેક રીયાલિટી શો (Dance reality show) માં જજ તરીકે કામ કરી રહી છે.