મુંબઈઃ અભિનેત્રી અલાયા પૂજા બેદીની દીકરી છે. તેનું કહેવું છે કે, બૉલિવૂડમાં નેપોટિઝ્મ છે, તે વાસ્તવિકતા છે, પરંતુ તેને ફિલ્મ મેળવવા માટે ક્યારે પણ તેની માતાની મદદ લીધી નથી.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
અલાયાએ જવાની જાનેમન નામની ફિલ્મમાં પોતાની એક્ટિંગ દ્વારા લોકોના મનમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. જેની આ ડેબ્યૂ ફિલ્મ સારી રહી હતી. ફિલ્મમાં તબ્બૂ અને સેફ અલી ખાન મુખ્યપાત્રમાં જોવા મળ્યાં હતાં.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
અલાયાએ કહ્યું કે, 'નેપોટિઝમ એક વાસ્તવિકતા છે અને હું આ વિશે વાત કરીને ખુશ છું. મને લાગે છે કે મોટાભાગના લોકો જે નેપોટિઝમ સમજે છે, જેનો અર્થ કંઈક બીજો જ છે. જો તમે જાગૃત છો, તો તેને ધ્યાનમાં લો, સખત મહેનત કરો, બધું બરાબર થઈ જશે.
નોંધનીય છે કે, અભિનેત્રીએ હજુ પોતાની આગામી ફિલ્મ વિશે કોઈ વિગતો જાહેર કરી નથી, પરંતુ તેના ઇન્સ્ટાગ્રામ પર તે ઘણીવાર ફોટોશૂટના ફોટા શેર કરે છે.