ETV Bharat / sitara

દિગ્ગજ અભિનેત્રી મુમતાઝના મૃત્યુની અફવાઓ ફેલાઈ - સ્ટાર મુમતાઝના મૃત્યુની અફવાઓ ફેલાઇ

પાછલા દિવસે એવી ઘણી અફવાઓ આવી હતી કે, વિતેલા જમાનાની અભિનેત્રી મુમતાઝનું નિધન થયું છે. તેની અંતિમ વિધિ શનિવારે યોજાનાર છે. હાલ લંડનમાં રહેતી અભિનેત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે તેનું મૃત્યુ થશે ત્યારે બધાને ખબર પડી જશે, તેનું કોઇ રહસ્ય રહેશે નહીં.

mumtaz
મુમતાજ
author img

By

Published : May 23, 2020, 2:52 PM IST

મુંબઈ: પાછલા દિવસે એવી ઘણી અફવાઓ આવી હતી કે, વિતેલા જમાનાની અભિનેત્રી મુમતાઝનું નિધન થયું છે. તેની અંતિમ વિધિ શનિવારે યોજાનાર છે. હાલ લંડનમાં રહેતી અભિનેત્રીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે તેનું મૃત્યુ થશે ત્યારે બધાને ખબર પડી જશે, તેનું કોઇ રહસ્ય રહેશે નહીં.

તેણે કહ્યું, 'ઓહ! હું ખુબ સ્વસ્થ છું. હું હજી જીવિત છું. મને ખબર નથી કે, લોકો શા માટે જાણી જોઇને આવું કરે છે. શું આ મજાક છે ? તેણે કહ્યું કે, ગયા વર્ષે, પણ મારા મૃત્યુના સમાચાર ફેલાયા હતા. તે કારણે મારા કુટુંબના લોકો પરેશાન થઇ ગયા હતા. બધાંએ ફોન કરીને મારી તબિયતના સમાચાર પૂછયા હતા. આ વર્ષ લોકડાઉનને કારણે હું મારી પુત્રીઓ, અને આખો પરિવાર લંડનમાં ઘરે જ છીએ, અને સુરક્ષિત જ છીએ. પરંતુ મારા સંબધીઓ આ સાંભળીને ચિંતામાં આવી ગયા હતા. તેઓએ મને ફોન પર ફોન કર્યા હતા. લોકો મને કેમ મારવા માગે છે? જ્યારે સમય આવશે, ત્યારે હું મારી જાતે જ જતી રહીશ.

જ્યારે હું મરીશ ત્યારે મારો પરિવાર ઓફિશિયલી બધાને જાણ કરી દેશે. તે કોઈ સિક્રેટ નહીં રહે. બધાને ખબર પડી જશે અને આ વાતની મને ખબર છે, અને તેની ખાતરી પણ છે. જીવનની જેમ મૃત્યુ પણ એક હકીકત છે. જે દરેકને કોઈને કોઈ દિવસ તો મળવાનું જ છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.